કેનેડાના રાજકારણમાં મોટા ઉથલપાથલના સમાચાર સામે આવ્યા છે. કેનેડાના નાયબ વડાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે સોમવારે પદ પરથી રાજીનામું આપી દીધું છે. ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે સોમવારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને સોંપ્યું છે.
કેનેડાના નાયબ વડાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે સોમવારે પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને સોંપ્યું છે. આ રાજીનામા પત્રમાં ફ્રીલેન્ડે કહ્યું છે કે, ગયા અઠવાડિયે ટ્રુડોએ તેમને નાણા મંત્રી પદ પરથી હટાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેમને કેબિનેટમાં અન્ય કોઈ ભૂમિકાની ઓફર કરી હતી.
કેનેડાના નાયબ વડાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામામાં કહ્યું કે, કેબિનેટ છોડવું એ એક માત્ર પ્રામાણિક અને વ્યવહારુ રસ્તો છે. ફ્રીલેન્ડનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે કેનેડા અને યુએસ વચ્ચે સરહદ સુરક્ષા અંગે ચર્ચા થવાની હતી. ફ્રીલેન્ડ કેનેડિયન મંતવ્યો આગળ મૂકવાનું હતું.