ધીમે ધીમે બધી ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પોતાની ટીમોની જાહેરાત કરી રહી છે અને હવે તેમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનું નામ પણ ઉમેરાઈ ગયું છે. અફઘાનિસ્તાને તેની 15 સભ્યોની ટીમ જાહેર કરી છે, જેનું નેતૃત્વ હશમતુલ્લાહ શાહિદી કરશે. તેમાં ઘણા અગ્રણી નામો શામેલ છે, જે અફઘાનિસ્તાનને ટાઈટલ જીતવા માટે પ્રયાસ કરશે.
અફઘાનિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે તૈયાર
છેલ્લા કેટલાક વર્ષોમાં અફઘાનિસ્તાનની ટીમ ક્રિકેટમાં નવી ઊંચાઈઓ પર પહોંચી છે. તેને ICC ટુર્નામેન્ટમાં પોતાની તાકાત બતાવી છે. 2023ના વનડે વર્લ્ડકપ પછી, 2024ના T20 વર્લ્ડકપમાં પણ અફઘાનિસ્તાને શાનદાર પ્રદર્શન કર્યું. તેને પાકિસ્તાન સહિત ઘણી મોટી ટીમોને પણ હરાવી છે. હવે અફઘાનિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે તૈયાર છે.
આ ખેલાડીઓને મળી તક
ઝદરાન અને ગુરબાઝની સાથે, અફઘાનિસ્તાને સિદ્દિકુલ્લાહ અટલ, રહેમત શાહ અને ઈકરામને પણ ટીમમાં સામેલ કર્યા છે. ગુલબદીન નાયબ પણ ટીમનો ભાગ છે. તેને ઘણી વખત શાનદાર પ્રદર્શન કર્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે અનુભવી ખેલાડીઓ મોહમ્મદ નબી અને ગઝનફરને પણ તક આપવામાં આવી છે.
જાણો ક્યાં રમાશે મેચ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. આમાં, અફઘાનિસ્તાનનો પહેલો મુકાબલો દક્ષિણ આફ્રિકા સાથે છે. આ મેચ 21 ફેબ્રુઆરીએ કરાચીમાં રમાશે. આ પછી અફઘાનિસ્તાનનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થશે. આ મેચ 26 ફેબ્રુઆરીએ લાહોરમાં રમાશે. અફઘાનિસ્તાનની ટીમ 28 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચ પણ લાહોરમાં રમાશે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે અફઘાનિસ્તાન ટીમ
હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), રહેમત શાહ (ઉપ-કેપ્ટન), રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), ઈકરામ અલીખિલ (વિકેટકીપર), ઈબ્રાહિમ ઝદરાન, સેદીકુલ્લાહ અટલ, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, મોહમ્મદ નબી, ગુલબદીન નાયબ, રાશિદ ખાન, અલ્લાહ ગઝનફર, નૂર અહમદ, ફઝલહક ફારૂકી, નવીદ ઝદરાન અને ફરીદ અહેમદ મલિક.
રિઝર્વ: દરવિશ રસુલી, નાંગ્યાલ ખરોતી અને બિલાલ સામી.