ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, ગ્લેન મેક્સવેલ અને માર્કસ સ્ટોઈનિસ જેવા દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ થાય છે. એવું લાગી રહ્યું હતું કે ટીમના કેપ્ટન પેટ કમિન્સની ઈજા ગંભીર છે અને આ ટીમની જાહેરાત સાથે જ તેના વિશેની શંકાઓ સમાપ્ત થઈ ગઈ છે. જો કે, તેની ઈજા અંગે ટીમ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર મેડિકલ અપડેટ આવ્યું નથી.
જેક ફ્રેઝર-મેકગર્કને સ્થાન મળ્યું નથી
ઓપનિંગ બેટ્સમેન જેક ફ્રેઝર-મેકગર્કને ઓસ્ટ્રેલિયા ટીમમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આ ઓપનિંગ બેટ્સમેને 2024માં વનડેમાં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ અત્યાર સુધી તે આ ફોર્મેટમાં સારું પ્રદર્શન કરી શક્યો નથી. તેણે વનડેમાં પાંચ મેચમાં 17.40ની એવરેજથી માત્ર 87 રન બનાવ્યા છે. આ જ કારણ છે કે પસંદગીકારોએ તેને ટીમમાંથી બહાર કરી દીધો છે. મેટ શોર્ટ અને એરોન હાર્ડીને આ ટુર્નામેન્ટ માટે પ્રથમ વખત સિનિયર ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. વનડે ટીમમાં નાથન એલિસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 2023માં ODI વર્લ્ડ કપ જીતનારી ટીમમાં માત્ર આ ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે.
જ્યોર્જ બેઇલીએ પસંદગી પર શું કહ્યું?
ટીમની આ પસંદગી અંગે ચીફ સિલેક્ટર જ્યોર્જ બેઈલીએ કહ્યું, ‘આ એક સંતુલિત અને અનુભવી ટીમ છે, જેના મુખ્ય ખેલાડીઓ છેલ્લા ODI વર્લ્ડ કપ, વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ, ગયા વર્ષના બ્રિટન પ્રવાસ અને તાજેતરમાં પાકિસ્તાનની હોમ સિરીઝમાં સામેલ થયા છે. ‘
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાની ટીમઃ
પેટ કમિન્સ (કેપ્ટન), એલેક્સ કેરી, નાથન એલિસ, એરોન હાર્ડી, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, માર્નસ લાબુશેન, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, મેટ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, એડમ ઝમ્પા.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાનું શેડ્યૂલ આ પ્રમાણે છે-
25 ફેબ્રુઆરી: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, રાવલપિંડી.
28 ફેબ્રુઆરી: અફઘાનિસ્તાન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, લાહોર.
4 માર્ચ: સેમિ-ફાઇનલ 1, દુબઈ.
5 માર્ચ: સેમિ-ફાઇનલ 2, લાહોર.
9 માર્ચ: ફાઈનલ, લાહોર અથવા દુબઈ.