- સુરતનો ચોંકાવનારો કિસ્સો
- બે ખોટી ફરિયાદથી પોલીસ પણ ગોથે ચડી
- ફરિયાદીએ નોંધાવી ખોટી ફરિયાદ
સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, અહીં એક ફરિયાદીએ તેની બાઈકનો વીમો ક્લેઈમ કરવા માટે જાતે જ બાઈકને ગાયબ કરી દીધી હતી અને પછી તેના ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાવી વીમો ક્લેઈમ કરવાની કોશિશ કરી હતી. આમ વીમા કંપની સાથે ચીટિંગ કરવાનો તેણે પ્રયાસ કર્યો હતો.
મામલો એવો છે કે ફરિયાદી અજય દાસ પાસે જે બુલેટ છે, તે બુલેટ તેણે 75 હજાર રૂપિયામાં એક વ્યક્તિ પાસે ગીરવે મૂકી હતી જેણે તે બુલેટને એક બીજા વ્યક્તિને 77 હજાર રૂપિયામાં વેચી દીધી હતી. સુરતના સચિનમાં વાહનચોરીની ઘટનામાં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે. આરોપી અજય દાસ પોતે પોતાના વાહનને ગિરવે મૂકી તેનો વીમા કંપનીમાંથી ક્લેઈમને મંજૂર કરાવવા માટે સચિન અને અલથાણ પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોધાવી હતી. આમ 2 અલગ અલગ FIR નોંધાઈ હતી, પરંતુ ભાંડો ફૂટી જતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી અને ફરિયાદ નોંધાવનારો અજય દાસ પોતે જ આરોપી નીકળ્યો હતો.
આ મામલે પોલીસ દ્વારા તેની બુલેટ બાઈકને કબજે કરવામાં આવ છે અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્વની જાણકારી અનુસાર આરોપી દ્વારા સચિન પોલીસ મથકમાં બુલેટ ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, પોતાની માતાના નામે રજીસ્ટર્ડ થયેલી બુલેટ અજાણ્યા ચોર શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી છે. જે બુલેટ ચોરીની ફરિયાદને લઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ તપાસમાં સામે આવ્યું હતું કે, જે બુલેટને લઈ ફરિયાદ નોંધાઈ છે તે બુલેટ તેણે 75 હજાર રૂપિયામાં અન્ય વ્યક્તિ પાસે ગીરવે મૂકી હતી. ત્યારબાદ આ બુલેટ અન્ય વ્યક્તિને 77 હજાર રૂપિયામાં વેચી મારી હતી. વીમા કંપની સાથે ચીટિંગ કરી તેનો વીમો પાસ કરાવવા માટે પોલીસ ફરિયાદની કોપી રજૂ કરવા તેણે ખોટી પોલીસ ફરિયાદ નોંધાવડાવી હતી. આ ચોંકાવનારી બાબત સામે આવતા અજય દાસની અટકાયત કરી પૂછપરછ કરાઈ હતી. જેમાં અજય દાસ ભાંગી પડ્યો હતો અને ગુનાની કબૂલાત કરી હતી.
મહત્વનું છે કે આરોપીએ આ જ પ્રકારે પોતાની પલ્સર મોટરસાયકલ પણ અન્ય વ્યક્તિ ગીરે મૂકી પૈસા મેળવ્યા હતા. જે અંગે પણ ખોટી વાહન ચોરીની ફરિયાદ રજીસ્ટર્ડ કરાવી હતી. ઇન્સ્યુરન્સ કંપનીમાં અલથાણ પોલીસની એફઆઈઆર કોપી રજૂ કરી પોલીસી પકવવામાં આવી હતી. આમ આરોપી દ્વારા બે અલગ-અલગ ગુનામાં પોતે ફરિયાદી બની વાહનચોરીની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ તપાસમાં ભાંડો ફૂટી જતા હાલ આરોપીની અટક કરી તેની વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી છે.