સેતુ દ્વારા ૧૧ દિવસીય સમર કેમ્પમાં મોજ મસ્તી સાથે લીંપણ કલા સાથે ક્રાફ્ટ,યોગ, મેડિટેશન, સાપસીડી, કેરમ,ટુ મિનિટ ગેમનું અનોખું આયોજન
રોટલી ક્લબ ઓફ રાજકોટ અને આકૃતિ આર્ટ ગ્રુપના સહયોગથી જાગૃતિ બેન ગણાત્રા, નેહાબેન ઠાકર સહિત સમગ્ર સેતુ ટીમ દ્વારા સફળ આયોજન
ઉનાળાનું વેકેશન શરૂ થાય એટલે બાળકો માટે સમર કેમ્પનું પણ આયોજન શરૂ થઈ જાય.સેતુ વર્કશોપ અને હોબી સેન્ટર દ્વારા દિવ્યાંગ બાળકો માટે તા. 8 મે થી 18 મે દરમિયાન ન્યુ એરા સ્કૂલ, સદગુરુ કોમ્પલેક્ષ સામે,રૈયા રોડ ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.11 દિવસના સમર કેમ્પમાં બાળકોને મોજ મસ્તી સાથે નવું શીખવવામાં આવશે. સેતુ દ્વારા છેલ્લા 11 વર્ષથી સફળતાપૂર્વક સમર કેમ્પનું આયોજન થાય છે જેમાં જાગૃતીબેન ગણાત્રા,નેહાબેન ઠાકર અને સમગ્ર સેતુ ટીમ જહેમત ઉઠાવે છે.
સેતુ વર્કશોપ એન્ડ હોબી સેન્ટર ફોર મેન્ટલી ચેલેન્જડ-રાજકોટ દિવ્યાંગ બાળકો માટે વર્ષ દરમિયાન બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવી અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. સમર કેમ્પ બાબત જાગૃતીબેન ગણાત્રાએ જણાવ્યું હતું કે આ બાળકો રંગો વધુ પસંદ કરતા હોય છે તેથી સમર કેમ્પ ની શરૂઆત કરી ત્યારે કલરિંગ અને ડ્રોઈંગ થી કરી કરી હતી ધીમે ધીમે કેનવાસ પેઇન્ટિંગ પણ કરાવ્યું હતું. દર વર્ષે બાળકો પાસે કૈક નવું કરાવીએ છીએ. ગયા વખતે કેનવાસ પેઇન્ટિંગ સાથે હોર્સ શો બતાવ્યો હતો તો આ વખતે લીંપણ આર્ટ શીખવવાના છીએ. આ ઉપરાંત ક્રાફ્ટ,યોગ, મેડિટેશન, સાપસીડી, કેરમ,ટુ મિનિટ ગેમ વગેરે દ્વારા બાળકોને મનોરંજન પણ મળશે. એક દિવસ બાળકોને અટલ સરોવરની મુલાકાતે પણ લઈ જઈશુ.લીંપણ આર્ટમાં બાળકોના પેરેન્ટ્સનો પણ સહકાર લેશું. પ્રથમ દિવસે રજીસ્ટ્રેશન બાદ દરરોજ અલગ અલગ એક્ટિવિટી સાથે ગરમ નાસ્તો અને છેલ્લા દિવસે ડિનર અને ગિફ્ટ પણ આપીશું.
આ સમગ્ર આયોજન બાબત નેહાબેન ઠાકરે જણાવ્યું હતું કે,”પ્રથમ વર્ષ સમર કેમ્પમાં જેસીઆઈ નો સહયોગ મળ્યો હતો ત્યારબાદ દર વખતે રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડ ટાઉન અમને ખૂબ સરસ સુંદર સહયોગ આપે છે તેમજ બાળકોને ડ્રોઈંગ પેઇન્ટિંગ શીખવવા માટે આકૃતિ ગ્રુપના સભ્યોનો ખૂબ જ સુંદર સહયોગ મળે છે. દરેક સભ્યો ખૂબ જ ઉત્સાહથી આ બાળકોને નાની નાની બાબતો શીખવે છે અને હરહંમેશ તેવો કંઈક નવું કરવા માટે તૈયાર હોય છે. આ વખતે સમગ્ર ટીમ બાળકોને લીંપણ કલા શીખવશે. આ સમર કેમ્પમાં રાજકોટના કોઈપણ દિવ્યાંગ બાળકો ભાગ લઈ શકસે”. સમર કેમ્પમાં ભાગ લેવા તેમજ વધુ માહિતી માટે જાગૃતિ ગણાત્રા 9998854306 અને નેહા ઠાકર 98245 75574 પર સંપર્ક કરી શકાશે.