ગત વર્ષ કરતા અઢી ગણો વધારે ભાવ : મણના રૂ.3પ૦૦ થી ૫૧૦૦ થયા
સૌરાષ્ટ્રમાં ચાઇનીઝ લસણની આવક સામે તમામ યાર્ડના વેપારીઓએ વિરોધ વ્યકત કરી આજે યાર્ડો બંધ રાખ્યા હતાં. વેપારીઓના આંદોલન વચ્ચે આજે ગોંડલમાં ચાઇનીઝ લસણનું આગમન થયું હતું. પરંતુ હરરાજી બંધ હોવાથી કોઇએ ચાઇનીઝ લસણના વેપારમાં હાથ નાખ્યો ન હતો. ગુજરાતમાં ટનબધ્ધ ચાઇનીઝ લસણ ઠલવાયું હોવાનું વેપારી સુત્રો જણાવે છે.
ભારતમાં ચાઈનીઝ લસણની આયાત ઉપર દાયકાથી પ્રતિબંધ છે છતાં ગોંડલમાં ચાઈનીઝ લસણની ચાર-પાંચ ગુણી ઠલવાઈ જતા જ સૌરાષ્ટ્રના વેપારીઓ અને ખેડૂતોમાં રોષ જાગ્યો છે. રાજકોટ યાર્ડના વેપારી એસોસીએશને ગોંડલમાં મળી આવ્યું છે. આ લસણ મોટા કન્ટેનર ચીનથી ઠલવાઈ ગયા છે. તે પૈકીનું આ લસણ હોવાની શક્યતા છે. સરકાર આ અંગે ઉંડી તપાસ કરીને આયાત અટકાવે તેવી માંગણી કરી છે. સાથે સાથે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઘાડમાં લસણની હરાજી બંધ રાખીને વિરોધ કરવાનું બીજી તરફ, યાર્ડમાં લસણના ભાવ ગત વર્ષે સપ્ટેમ્બરમાં પ્રતિ મણ રૂા.૧૪૦૦થી ૨૨૦૦ વચ્ચે હતા. ચાલુ વર્ષ ૨૦૨૪માં જગત તા. ઓગષ્ટ સુધી રૂ।.૨૫૦૦થી ૩૪૦૦ના ભાવ મળતા હતા અને તા. ૧૦ ઓગષ્ટથી તેજી જણાઈ છે. જ. રૂા.૪૪૦૦એ પહોંચેલું લેસણ ગત તા.૨૨ ઓગણે મહત્તમ રૂા.૫૫૦૦એ પહોંચ્યા બાદ આજે રૂા.૩૫૦૦થી ૫૧૦૦ના ભાવ મળે છે. જે ગત વર્ષ કરતા એકંદરે મોટા કદનું હોય છે. તેનો સ્વાદ અને ગુણવત્તા નબળા છે તેથી ભારતના મોટા કદનું ચાઈનીઝ લસણ અઢી ગણા વધારે છે.
કેન્દ્રના પ્રતિબંધ છતાં ભાજપના જ નેતા જેના ચેરમેન છે તે ગોડલ યાર્ડમાં ૭૫૦ કિલો ચીનનું લસણ કોણ લાવ્યું અને વાર્ડના સત્તાધીશોએ કેમ લાવવા દીધું તે અંગે પણ સવાલ ઉઠયો છે. ઉપલેટાના ગોડાઉનમાં પણ ચાઈનીઝ લસણ પકડાયાની વાતો વહેતી થઈ છે. વેપારીઓને શંકા છે કે ભારતના પ્રતિબંધને અવગણીને ચીને વાયા અન્ય દેશથી ભારતમાં ટનબંધ લસણ ઠાલવી દીધુ છે.
ચીનથી વાયા અફઘાનિસ્તાન ભારતમાં આ લસણ ડમ્પ કરાયાની આશંકા છે. સરકારી તંત્ર જાગે તે માટે આવતીકાલે સૌરાષ્ટ્રના વેપારીઓ યાર્ડમાં લસણની હરાજી સંપૂર્ણ બંધ રાખીને વિરોધ નોંધાવશે તેમજ દેશના અન્ય લસણ પકવતા યાર્ડમાં પણ વિરોધ દર્શાવાશે.
બીજી તરફ, યાર્ડમાં લસણના ભાવ ગત વર્ષે સપ્ટેમ્બરમાં પ્રતિ મણ રૂા.૧૪૦૦થી ૨૨૦૦ વચ્ચે હતા. ચાલુ વર્ષ ૨૦૨૪માં જગત તા. ઓગષ્ટ સુધી રૂ।.૨૫૦૦થી ૩૪૦૦ના ભાવ મળતા હતા અને તા. ૧૦ ઓગષ્ટથી તેજી જણાઈ છે. જ. રૂા.૪૪૦૦એ પહોંચેલું લેસણ ગત તા.૨૨ ઓગણે મહત્તમ રૂા.૫૫૦૦એ પહોંચ્યા બાદ આજે રૂા.૩૫૦૦થી ૫૧૦૦ના ભાવ મળે છે. જે ગત વર્ષ કરતા એકંદરે અઢી ગણા વધારે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વર્ષે ૨ લાખ ટનથી વધુ લસણનું ઉત્પાદન થાય છે. સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં આ વર્ષે ખેડૂતોને લસણના ખૂબ સારા ભાવ મળી રહ્યા છે અને ચાઈનીઝ માલ મોટાપાયે ડમ્પ થઈને આવવા લાગે તો માર્કેટ તૂટવાનો ભય છે.