નવી પાંચ કોલેજમાં ૧૫ ટકા બેઠક ઓલ ઈન્ડિયામાં ભરાય છે: ફીનું ધોરણ સમાન, બેઠકની ફાળવણી અલગ
સરકારની ગ્રાન્ટથી ચાલતી કોલેજોમાં પણ ફીનું નિયમન રાખવામાં સરકાર નિષ્ફળ ગઇ છે. અથવા અધિકારીઓના આંખ મીચામણાના કારણે મોટા ભાગની GMERSની ગ્રાન્ટેડ કોલેજોમાં ફીનું ધોરણ ખાનગી કોલેજો જેટલું જ કરી નાખવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. ગુજરાત સરકારની મેડિકલ એજ્યુકેશન રીસર્ચ સોસાયટી હેઠળ હાલ રાજ્યમાં કુલ ૧૩ જીએમઈઆરએસ કોલેજો છે. આમ તો આ કોલેજો સંલગ્ન હોસ્પિટલોમાં સરકારી હોસ્પિટલની જેમ ઓપીડી સીસ્ટમ છે, અધ્યાપકની ભરતી પણ સરકાર કરે છે અને તમામ નિયમો સરકારના છે છતાં પણ ફીનું ધોરણ ખાનગી કોલેજો જેટલું છે. એટલું જ નહીં ૧૩ જીએમઈઆરએસ કોલેજોમાં નવી બંનેલી પાંચ કોલેજોમાં કેન્દ્ર સરકારની ૬૦ ટકા ગ્રાન્ટ છે અને ૧૫ ટકા બેઠકો ઓલ ઈન્ડિયા ક્વોટામાં ભરાય છે છતાં પણ ફી ૫.૫ લાખથી ૧૭ લાખ રૂપિયા લેવાનો સરકારે ઠરાવ કર્યો છે.પાંચ કોલેજોને કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ સરકારી ધોરણે શરૂ કરવાની હતી અને પરંતુ સરકારે પાછળથી જીએમઈઓઆરએસમાં ભેળવી દીધી હતી.
ગુજરાત સરકારે ૨૦૧૦માં ગુજરાત મેડિકલ એન્ડ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી (જીએમઈઆરએસની) રચના કર્યા બાદ સૌપ્રથમ ૨૦૧૧માં અમદાવાદમાં સૌલા અને વડોદરામાં ગોત્રી મેડિકલ કોલેજ શરૂ કરવામા આવી અને ત્યારબાદ તબક્કાવાર ગાંધીનગર, પાટણ અને વલસાડમાં મેડિકલ કોલેજો સરકારે, સ્વર અને ચારથીપાંચ છેલ્લે વર્ષમાં સરકારે નર્મદા, નવસારી, પોરબંદર, ગોધરા અને મોરબી એમ પાંચ મેડિકલ કોલેજો શરૂ કરી હતી.
આ પાંચ મેડિકલ કોલેજોને પાછળથી જીએમઈઆરએસમાં ભેળવી દેવાઈ હતી. મળતી માહિતી મુજબ આ પાંચ નવી કોલેજોમાં રાજ્ય સરકારની ૪૦ ટકા ગ્રાંટ એટલે કે ૧૩૦ કરોડ અને ભારત સરકારની ૬૦ ટકા એટલે કે ૧૯૫ ટકા ગ્રાંટ છે. ભારત સરકારની ગ્રાંટ હોવાથી આ પાંચેય જીએમઈઆરએસ મેડિકલ કોલેજોમાં ૧૫ ટકા બેઠકો ઓલ ઈન્ડિયા ક્વોટામાં ભરાય છે. આ પાંચ કોલેજોમાં ૧૦૦-૧૦૦ ટકા બેઠકો છે અને જેમાં ૧૫ બેઠકો ઓલ ઈન્ડિયા ક્વોટામાં તેમજ ૬૦ બેઠક સ્ટેટ કવોટામાં અને ૧૦ બેઠકો મેનેજમેનટ કવોટામાં તથા ૧૫ બેઠકો એનઆરઆઇ કવોટામાં ભરાય છે.
મેડિકલ શિક્ષણના તજજ્ઞોનું કહેવું છે કે જયારે જે કોલેજની બેઠક ઓલ ઇન્ડિયા કવોટામાં ભરાતી હોય તે કોલેજ સરકારી જ ગણવામાં આવે. હાલ રાજયમાં સંપૂર્ણ સરકારી મેડીકલ કોલેજો છે અને જેમાં ૧૫ ટકા બેઠકો ઓલ ઇન્ડિયા કવોટામાં ભરાય અને આ કોલેજોની એમબીબીએસની ફી સરકારી ધોરણે ૨૫ હજાર રૂપિયા જ લેવામાં આવે છે.
પરંતુ જીએમઇઆરએસની પાંચ મેડિકલ કોલેજોમાં કેન્દ્ર સરકારની ગ્રાન્ટ અને ઓલ ઇન્ડિયા કવોટામાં બેઠકો ભરાતી હોવા છતાં પણ ફી ખાનગી ધોરણે પ.પ લાખથી ૧૭ લાખ રૂપિયા લેવાનો સરકારે ઠરાવ કર્યો છે. બીજી બાજુ એવી પણ ફરિયાદ ઉઠી છે કે ૧3 જીએમઇઆરએસ મેડિકલ કોલેજોમાં બાકીની ૮ કોલેજોમાં એક પણ ઓલ ઇન્ડિયા કવોટામાં ભરાતી નથી છતાં પ.પ લાખ રૂપિયા ફી સટેટ કવોટામાં છે અને અન્ય પાંચ કોલેજોમાં ઓલ ઇન્ડિયા કવોટામાં બેઠકો ભરાય છે છતાં પણ સ્ટેટ કવોટામાં પ.પ લાખ રૂપિયા રૂપિયા ફી છે. આમ ફીનું ધોરણ સમાન કઇ રીતે? જો ફીનું ધોરણ સમાન હોય તો બેઠકોની પ્રવેશ ફાળવણી અલગ-અલગ કેમ? તેવા સવાલ ઉઠયા છે.