ઉચ્ચ સરકારી અધિકરીઓ, નિષ્ણાત લોકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે
અગ્ર ગુજરાત, રાજકોટ
ડી.જી એફ.ટી, રાજકોટ, ઈ.સી.જી.સી. રાજકોટ, સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ, આત્મીય યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે રવિવાર તા. ૧૦નાં રોજ સાંજે ૫ કલાકે એક્સ્પોર્ટ્સ કોન્ક્લેવ તથા યુગાન્ડા ડેલિગેશન વિઝીટનો કાર્યક્ષેત્ર રાખવામાં આવેલ છે. નિકાસ વેપારની સતત વૃદ્ધિ માટે સક્રિય એવી સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વાય નિકાસકારોને ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન મળી રહે તે માટે ઉચ્ચ સરકારી અધિકરીઓ, નિષ્ણાત લોકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
SVUM ના પ્રમુખ પરાગ તેજૂરાના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના આંગણે યુગાન્ડા સરકાર અને યુગાન્ડા હાઈ કમિશનરનું ૭ વ્યક્તિઓનું ઉચ્ચ કક્ષાનું પ્રતિનિધિ મંડળ પણ રાજકોટ ર દિવસ માટે આવી રહ્યું છે, જે વિવિધ ફેક્ટરીઓની મુલાકાતે જશે. અને એક્સ્પોર્ટ્સ કોન્ક્લેવમાં હાજરી આપશે. તથા નિકાસ કાર્ય માટે મિટિંગ કરશે. યુગાન્ડામાં છેલ્લા ૧૦૦ વર્ષથી સ્થાયી થયેલ ગુજરાતના તોમિલ ગ્રુપ સાથે મળીને ગુજરાતના નિકાસકારો માટે એક “મેઇક ઇન ઇન્ડિયા મોલ – એસ.વી.યુ.એમ. – તોમિલ ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવશે. 1 લાખ ચોરસ ફૂટ જગ્યામાં શરૂ થનાર આ મોલમાં ૧૦૦ કપનીઓની પ્રોડક્ટસ ડિસ્પ્લે કરી માર્કેટિંગ કરવામાં આવશે. એક્સપોર્ટ કોન્ક્લેવમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજીસ્ટેશન વિના મુલ્યે રાખેલ છે. રજીસ્ટ્રેશન માટે 94262 54611 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.