કનેક્ટ દ્વારા રાજકોટ ખાતે યોજાયેલ કોફી મીટમાં મુંબઈના લીડરશીપ કોચ અને પોડકાસ્ટર માનસી ઠક્કરે ચાણક્ય નીતિ સમજાવી માર્ગ દર્શન આપ્યું
સોશિયલ મીડિયા પર ચોક્કસ સમયે,મર્યાદિત પરંતુ અસરકારક પોસ્ટ મૂકવાથી બિઝનેસમાં સફળ થઈ શકાય છે.
વર્તમાન સમયમાં મહિલાઓ ઘર પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે અને પોતાની અલગ ઓળખ મેળવવા માટે ઘરની જવાબદારી સાથે અન્ય કામગીરી પણ કરી રહી છે. જુદા જુદા ક્ષેત્રમાં મહિલાઓ પોતાની કેરિયર બનાવી શકે,પોતાના કામ ને વધારી શકે,પોતાના જેવી જ અન્ય મહિલાઓ સાથે સંપર્ક કરીને પોતાનું નવું આકાશ મેળવે તે માટે કનેક્ટ સંસ્થા ખૂબ સુંદર કામગીરી કરી રહી છે. અહીં મહિલાઓ એકબીજાને મદદરૂપ થઈને સ્વનો વિકાસ સાધે છે.રાજકોટ ખાતે મહિલાઓના ગ્રુપ માટેની એક કોફી મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુંબઈના વીન પ્લસ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર અને લીડર શિપ કોચ અને પોડકાસ્ટર માનસી ઠક્કરે બિઝનેસ માટે ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
કનેક્ટ એ બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મ છે જે ખાસ વુમન એન્ટરપ્રીન્યોર માટે બનાવવામાં આવ્યું છે.આ ગ્રુપ ગ્લોબલ લેવલ પર કાર્યરત છે.જેની સ્થાપના નાયિકા અગ્રવાલે કરી છે.રાજકોટ ખાતે સપના જટાનીયા કામગીરી સંભાળી રહ્યા છે.કાર્યક્રમમાં ઉપસ્થિત સ્પીકર માનસી ઠક્કરે બિઝનેસ માટે ચાણક્ય નીતિ સમજાવી ઉપયોગી ટીપ્સ આપતા જણાવ્યું હતું કે બિઝનેસમાં હંમેશા યોગ્ય વ્યક્તિ સાથે ચાર્ચા કરો સલાહ લો.બિઝનેસમાં જેટલી વસ્તુ સિક્રેટ રાખશો તેટલી તને સફળતા મળશે.માનસિક રીતે સ્ટ્રોંગ બનો.જેમ હીરો આપણી પાસે હોય તો સુંદરતા વધારે છે એ જ રીતે બુદ્ધિમાન વ્યક્તિ હીરા જેવા હોય છે આપણી પાસે હોય તો અમૃત અને અન્ય પાસે હોય તો વિષ છે.આવા બુદ્ધિમાન વ્યક્તિને,શ્રેષ્ઠ વ્યક્તિને તમારા પક્ષ માં કરી રાખો.કનેક્ટ કન્વે અને કનવીન્સ આ ત્રણ શબ્દોનો એક પછી એક ઉપયોગ કરશો તો જરૂર સફળ થશો.”
આ ઉપરાંત સોશિયલ મીડિયાનો ઉપયોગ કઈ રીતે કરવો તે પણ સમજાવ્યું હતું.સોશિયલ મીડિયા પર ચોક્કસ સમયે,મર્યાદિત પરંતુ અસરકારક પોસ્ટ મૂકવાથી બિઝનેસમાં સફળ થઈ શકાય છે તેમ જણાવ્યું હતું.
કનેક્ટ વિશે સપના જટાનીયા એ જણાવ્યું હતું કે અહીં સેનેટરી પેડ્સના બિઝનેસ થી લઈને બિલ્ડર સુધી દરેક મહિલાઓ સભ્ય છે અને દરેક પોતાના ક્ષેત્રમાં ખાસ છે. અહીં એકબીજાને મળીને પોતાના બિઝનેસ વધારવાની તક ઊભી થાય છે ઉપરાંત પોતાના જેવી જ અન્ય મહિલાઓમાંથી પ્રેરણા પણ મળે