ભારતના એવા 5 બેટ્સમેન જેમણે તેમના ODI ડેબ્યૂમાં શૂન્ય પર આઉટ થયા હતા, પછી તેઓ બોલરો માટે ‘ભયાનક’ બની ગયા હતા. આ 5 બેટ્સમેનોની ODI ક્રિકેટમાં શરૂઆત ખરાબ રહી, પરંતુ પછીથી તેઓ મહાનતાની ઊંચાઈઓને સ્પર્શી ગયા હતા.
જો વાત કરીએ તો ભારતના 5 મહાન બેટ્સમેન એવા છે જેઓ પોતાની ODI કારકિર્દીની પહેલી જ મેચમાં શૂન્ય રને આઉટ થયા. પરંતુ પછીથી તેઓ મહાનતાની ઊંચાઈઓને સ્પર્શી ગયા. પાછળથી તેઓ બોલરો માટે દુઃસ્વપ્ન બની ગયા. ચાલો આવા 5 મહાન બેટ્સમેન જેઓની મહેનતે સદીઓ ફટકારી.
1: સચિન તેંડુલકર
સચિન તેંડુલક18 ડિસેમ્બર 1989ના રોજ ગુજરાંવાલામાં પાકિસ્તાન સામે વનડે ડેબ્યૂ કર્યું હતું. સચિન તેંડુલકર પોતાની વનડે કારકિર્દીની પહેલી જ મેચમાં શૂન્ય રને આઉટ થચા હતા. આ મેચમાં સચિન તેંડુલકર નંબર-5 પર બેટિંગ કરવા આવ્યા હતા અને તે રમે અને કંઈક કરે તે વિના પેવેલિયન પાછા ફર્યા હતા ભારત આ મેચ પાકિસ્તાન સામે 7 રને હારી ગયું હતું સચિન તેંડુલકર ભલે પોતાના વનડે ડેબ્યૂમાં શૂન્ય રન પર આઉટ થયો હોય, પરંતુ પાછળથી તે બોલરો માટે દુઃસ્વપ્ન બની ગયા. સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦૦ સદી ફટકારી છે.
2. મહેન્દ્ર સિંહ ધોની
મહેન્દ્ર સિંહ ધોનીએ 23 ડિસેમ્બર 2004ના રોજ તેઓએ વનડે ડેબ્યૂ કર્યું હતું. મહેન્દ્ર સિંહ ધોની પોતાની ODI કારકિર્દીની પહેલી જ મેચમાં શૂન્ય રને આઉટ થઈ ગયા હતા મહેન્દ્ર સિંહ ધોની પોતાની વનડે ડેબ્યૂ મેચમાં રન આઉટ થયો હતો. આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોની નંબર-4 પર બેટિંગ કરવા આવ્યો હતો અને તે રમ્યા વિના જ પેવેલિયન પાછા ફર્યા હતા મહેન્દ્ર સિંહ ધોનીએ 350 વનડે મેચમાં 10773 રન બનાવ્યા છે.
3. સુરેશ રૈના
સુરેશ રૈનાએ 30 જુલાઈ 2005ના રોજ વનડે ડેબ્યૂ કર્યું હતું. સુરેશ રૈના પોતાની ODI કારકિર્દીની પહેલી જ મેચમાં શૂન્ય રને આઉટ થયો હતો. સુરેશ રૈનાને શ્રીલંકાના મહાન સ્પિનર મુથૈયા મુરલીધરને LBW આઉટ આપ્યો હતો જે શ્રીલંકાએ ભારત સામેની આ મેચ 3 વિકેટે જીતી લીધી હતી. સુરેશ રૈના ભલે પોતાના વનડે ડેબ્યૂમાં શૂન્ય રને આઉટ થયો હોય, સુરેશ રૈનાએ 226 વનડે મેચોમાં 5615 રન બનાવ્યા છે.
4. શિખર ધવન
શિખર ધવને 20 ઓક્ટોબર 2010ના રોજ વનડે ડેબ્યૂ કર્યું હતું. શિખર ધવન પોતાની ODI કારકિર્દીની પહેલી જ મેચમાં શૂન્ય રને આઉટ થયો હતો. શિખર ધવનને ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ક્લિન્ટ મેકકેએ ક્લીન બોલ્ડ કર્યો હતો. ભારતે ઓસ્ટ્રેલિયા સામેની આ મેચ 5 વિકેટે જીતી હતી. શિખર ધવને વનડે ક્રિકેટમાં 17 સદી ફટકારી હતી.
5. કૃષ્ણમાચારી શ્રીકાંત
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કૃષ્ણમાચારી શ્રીકાંતે 25 નવેમ્બર 1981ના રોજ વનડે ડેબ્યૂ કર્યું હતું. પોતાની ODI કારકિર્દીની પહેલી જ મેચમાં, કૃષ્ણમાચારી શ્રીકાંત શૂન્ય રને આઉટ થયા હતા. કૃષ્ણમાચારી શ્રીકાંતને ઈંગ્લેન્ડના મહાન ઓલરાઉન્ડર ઈયાન બોથમે આઉટ કર્યો. ભારતને ઈંગ્લેન્ડ સામેની આ ODI મેચમાં 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. કૃષ્ણમાચારી શ્રીકાંતે ODI ક્રિકેટમાં 4 સદી ફટકારી હતી.