- આજે ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ
- પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મેચ
- ODIમાં ન્યૂઝીલેન્ડ સામે સાઉથ આફ્રિકાએ બનાવ્યો સર્વોચ્ચ સ્કોર
વર્લ્ડકપની 32મી મેચ આજે ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા આફ્રિકાના બેટ્સમેનોએ આક્રમક બેટિંગ કરી હતી. આ મેચમાં આફ્રિકાની ટીમે ન્યૂઝીલેન્ડની ટીમ સામે 357 રન બનાવ્યા હતા. આ સ્કોર સાથે આફ્રિકન ટીમે ન્યૂઝીલેન્ડની ટીમ સામે વનડેનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે.
ન્યૂઝીલેન્ડ સામે આફ્રિકા સર્વોચ્ચ સ્કોર બનાવ્યો
આ ODI ક્રિકેટના ઈતિહાસમાં ન્યૂઝીલેન્ડ સામે સાઉથ આફ્રિકા દ્વારા બનાવવામાં આવેલો સર્વોચ્ચ સ્કોર છે. આ પહેલા વર્ષ 2000માં સેન્ચુરિયનમાં રમતા આફ્રિકન ટીમે ચાર વિકેટ ગુમાવીને 324 રન બનાવ્યા હતા. જો કે આજે આફ્રિકન ટીમના બેટ્સમેનોએ આક્રમક બેટિંગ કરીને કરીને પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. સાઉથ આફ્રિકાની ટીમે વર્ષ 1994માં સેન્ચુરિયનમાં 314 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ ટીમ સામે આ તેનો ત્રીજો સર્વોચ્ચ સ્કોર છે. ચોથા નંબરની વાત કરીએ તો સાઉથ આફ્રિકાએ વર્ષ 2033માં જોહાનિસબર્ગમાં ન્યૂઝીલેન્ડ સામે 306 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકા માટે આજનો સ્કોર ખાસ છે કારણ કે તે વર્લ્ડકપમાં બન્યો હતો.
આફ્રિકાની ટીમ 357 રનનો સ્કોર બનાવ્યો
આજની મેચમાં સાઉથ આફ્રિકાની ટીમના બેટ્સમેનો શાનદાર શરૂઆત કરી હતી. સાઉથ આફ્રિકા તરફથી આ મેચમાં બે બેટ્સમેનોએ સદી ફટકારી હતી. પ્રથમ ટીમના અનુભવી ઓપનર ક્વિન્ટન ડી કોકે 116 બોલમાં 10 ફોર અને 3 સિક્સની મદદથી 114 રન બનાવ્યા હતા. આ પછી, રાસી વાન ડેર ડુસેને પણ શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 118 બોલમાં 9 ફોર અને 5 સિક્સની મદદથી 133 રન બનાવ્યા હતા. આ બે બેટ્સમેનોના દમ પર જ આફ્રિકાની ટીમ 357 રનના સ્કોર સુધી પહોંચાડવામાં સફળ રહી હતી.