અરુણાબેન નવીનચંદ્ર ભગવાનજી મૈશેરીની પૌત્રી તથા પ્રેમીલા જયંત ભવાનજી કુરુવાની દોહિત્રી હેતવીએ વ્યાસણાં તપ સાથે 99 યાત્રા સંપન્ન કરી
જૈન ધર્મમાં તપ આરાધનાનું અનેરૂ મહત્વ છે.જૈન ધર્મમાં કઠિન તપ હોય છે આમ છતાં શાસનદેવની શ્રદ્ધા અને કૃપાના કારણે અનેક કઠિન તપ નાના બાળકો પણ કરતા હોય છે. પાલીતાણા એ જૈનોનું પવિત્ર મહાતીર્થ છે. આ પવિત્ર સ્થાને દાદા આદિનાથ બિરાજમાન છે.અહીંની યાત્રાનું ખૂબ જ મહત્વ છે અને વિશેષ કરીને 99 યાત્રાનું ખૂબ જ મહત્વ છે. આદિનાથ દાદાએ 99 યાત્રા અસંખ્ય વખત કરી હતી. અને જૈન ધર્મ અનુસાર જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ માટે આ 99 યાત્રા મહત્વની છે. 99 યાત્રા એટલે 99 વખત પાલીતાણા પર્વતના પગથિયાં ચડી દાદાના દર્શન કરી પાછા ફરવાનું.
શ્રી ગુણ ગુણોદય કલા નરેન્દ્ર ચારુ સિદ્ધાચલ કન્યા 99યાત્રાના ઉપક્રમે પૂજ્ય સાધ્વી શ્રી ચારુ લતા શ્રીજીના શિષ્યા પૂ.અમિત પ્રજ્ઞા શ્રીજી મહાસતીજી અને સાધ્વી શ્રી તત્વપૂર્ણ શ્રીજી મહાસતીજીની નિશ્રામાં યોજાયેલ શત્રુંજય ગિરિરાજ ની 99 યાત્રા અરુણાબેન નવીનચંદ્ર ભગવાનજી મૈશેરીની પૌત્રી તથા પ્રેમીલા જયંત ભવાનજી કુરુવાની દોહિત્રી હેતવી ચિત્રા વિશાલ મહેશ્વરીએ દેવગુરુ અને ધર્મની અસીમ કૃપાથી વ્યાસણાં તપ સાથે સંપન્ન કરેલ છે.સાંસારિક અભ્યાસમાં નવમા ધોરણમાં ભણતી હેત્વી એ નાની વયે કુમારી અવસ્થામાં કરેલ 99 મહાન યાત્રા કરી અનેકને પ્રેરણા આપી છે.દીકરીના જીવનમાં સંભારણા સ્વરૂપે અને અનુમોદના અર્થે સાંઝીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરિવાર જાણો,મિત્રો સગા સંબંધીઓએ હાજરી આપી અનુમોદના કરી હતી.નાની ઉંમરમાં આટલી મોટી તપશ્ચર્યા કરવાથી પરિવારમાં ખુશી ફેલાઈ છે. આજના યુવાનો ધર્મથી વિમુખ થતા જાય છે અને મોજ મજામાં વ્યસ્ત રહે છે ત્યારે હેત્વીની આ નવાણું યાત્રા નવ યુવાનો માટે પ્રેરણાદાયી છે.
હેતવી એ 99 યાત્રા નો પોતાનો અનુભવ જણાવતા કહ્યું હતું કે,” જ્યારે મેં 99 યાત્રા માટે ફોર્મ ભર્યું ત્યારે મને મારા પર વિશ્વાસ નહોતો કે હું 9 યાત્રા પણ કરી શકીશ પરંતુ મેં શ્રી ગુણ – ગુણોદય – કલા – નરેન્દ્ર – ચારૂ – સિદ્ધાચલ – કન્યા 99 યાત્રામાં પુ, સા, અમિત પ્રજ્ઞાશ્રીજી મ. સા. ના તથા પુ. સા. તત્વપૂર્ણાશ્રીજી મ. સા. આદિઠાણાની નીશ્રામાં મેં મારી પહેલા દિવસે એક યાત્રા કરી.પછી મારા પગ દુખતા હતા પણ બીજે દિવસે દાદાનું નામ લઇ યાત્રા આરંભ કરી અને સફળતાપૂર્વક યાત્રા પૂર્ણ કરી પછી મને દાદા ઉપર પૂરેપૂરી શ્રદ્ધા બેઠી અને દરરોજની બે થી ત્રણ યાત્રા કરી આમ દિવસો નીકળતા ગયા ત્યાર બાદ છઠ્ઠ ( બે દિવસ ગરમ પાણી પી ને ઉપવાસ કરવા ) કરી યાત્રા કરી.અને પછી મેં દોઢ ગાવ, ત્રણ ગાવ, છ ગાવ અને બાર ગાવની યાત્રા સફળતા પૂર્વક પૂર્ણ કરી”.
આમ 99 વખત પાલીતાણા તીર્થમાં પગથિયાં ચડી ઉપર દાદાના દર્શન કરીને જીવનમાં અતિ મહત્વની યાત્રા નાની ઉંમરમાં પૂર્ણ કરી હતી.