ટંકારામાં મોરબી રાજકોટ હાઇવે ઉપર બનેલા ઓવરબ્રિજ ઉપર હાલ રાત્રિ દરમિયાન અંધારપટ્ટ છવાઈ ગયો છે. ત્યારે સ્થાનકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે કે ઓવરબ્રિજ ઉપર નાખવામાં આવેલ સ્ટ્રીટ લાઈટના થાંભલા મહેજ શોભાના ગાઠીયા સમાન ન બની રહે તે માટે તેમજ રાત્રિ દરમિયાન બ્રિજ ઉપર અવર જવર કરતા નાના વાહન ચાલકોને હાલાકી ન ભોગવવી પડે તેમજ મહદઅંશે અકસ્માતના બનાવો નિવારી શકાય તે માટે સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા લોક માંગણી ઉઠવા પામી છે.
ટંકારા પંથકમાં વિકાસ માત્ર કાગળ પર થતા હોય તેમ એક નહીં અનેક સમસ્યાઓની પોકાર કાયમ માટે ઉઠી રહી હોય ત્યારે ઉનાળામાં પીવાના પાણીની તંગી, હોસ્પિટલમાં અપૂરતા ડોક્ટરના કારણે મેડિકલ સારવાર અંતર્ગત પડે છે હાલાકી અધુરામાં પૂરું કાળઝાળ ગરમીમાં ગમે ત્યારે ટેકનિક ફોલ્ટના કારણે લાઇટ ગુલ થતી રહે છે ત્યારે લાખો કરોડોના ખર્ચે બનેલા બ્રિજમાં નાખેલા સ્ટિટ્ર થાંભલામા ભાજપના શાસનમાં પાવરની કમીથી અંધાર પટ છવાયો છે ત્યારે હાલ વિકાસના અવરોધો દૂર કરી પ્રજાને પડતી હાલાકી બાબતે રાજકીય નેતા જો ટંકારા પંથકમાં ધ્યાન કેન્દ્રિત કરે તો અનેક પ્રશ્નોના નિરાકરણ ઝડપથી લાવી શકાય તેમજ વિકાસ માત્ર કાગળ ઉપર નહિ પરંતુ નરી આંખે જોઈ શકાય છે.