ગુજરાતને હસતું રાખવામાં કેટલાક નોંધપાત્ર લેખકોનો જે ફાળો રહ્યો છે તેમાં ધનસુખલાલનું નામ પણ અવશ્ય મૂકવું પડે, આ ઉપરાંત તેમણે એકાંકીઓ-નાટકો પણ આપ્યાં છે
ધનસુખલાલ કૃષ્ણલાલ મહેતા પ્રમુખરૂપે હાસ્યકાર. જન્મ વઢવાણમાં. વતન સુરત, પણ નિવાસ સ્થાન મુંબઇમાં હતું.
ગુજરાતને હસતું રાખવામાં કેટલાક નોંધપાત્ર લેખકોનો જે ફાળો રહ્યો છે તેમાં ધનસુખલાલનું નામ પણ અવશ્ય મૂકવું પડે. ‘હું, સરલા અને મિત્રમંડળ’, ‘હાસ્યકથા-મંજરી’, ‘હાસ્યવિહાર’, ‘વાર્તાવિહાર’, ‘છેલ્લો ફાલ’ વગેરે અનેક સંગ્રહોમાં તેમની નર્મપ્રધાન વાર્તાઓ સંઘરાયેલી છે. તેમના હાસ્યનિબંધો-નાટકોના ‘ઘડીભર ગમ્મત’, ‘અંતરનાં અમી’, ‘વિનોદવિહાર’ વગેરે સંચયો છે. ‘અમે બધાં’ જયોતિન્દ્ર દવે સાથે લખેલી તેમની નોંધપાત્ર હાસ્યપ્રધાન નવલકથા છે. આ ઉપરાંત તેમણે એકાંકીઓ-નાટકો પણ આપ્યાં છે. અનુવાદ અને નાટ્યવિવેચન ક્ષેત્રે પણ તેમનું અર્પણ રહ્યું છે. જીવનચરિત્ર અને આત્મકથા જેવા સ્વરૂપોને પણ તેમણે અજમાવ્યાં હતા.
નર્મ, મર્મ અને વિનોદ-કટાક્ષના અભિગમથી લખાયેલા લેખને આપણે હાસ્યકટાક્ષ લેખ અથવા હળવો નિબંધ કહીએ છીએ. પણ જયારે એમાં કોઇ સળંગસૂત્ર કથાનક ગૂંથાયું હોય અને કટાક્ષ હોય તો તેને ‘કટાક્ષિકા’ કહેવાય છે. ‘તબીબી પ્રેક્ટિસ’ એ પ્રકારની કટાક્ષિકા છે. એમાં નવાસવા ડોક્ટર થયેલા જીતુભાઇની જરા પણ તબીબી પ્રેક્ટિસ ચાલતી નથી ત્યારે તે અને તેના મિત્ર ડો. નાનાભાઇ કેવું ‘નાટક’ કરે છે તે વ્યંગકથામાં દર્શાવાયું છે. અહીં આ મિત્રોએ અજમાવેલા નુસખાથી કથાના અન્ય પાત્રો અજ્ઞાત છે, પણ વાચક તે જાણે છે, તેથી એવી રજૂઆત હાસ્ય ઉત્પન્ન કરે છે. બે બાળલંગોટિયા મિત્રો ડોક્ટરો થયાં પછી પણ તેમના રમૂજી સ્વભાવથી વ્યવસાયમાં તેમના ટીખળી-મશ્કરા વર્તનથી જે યુક્તિ ઘડી કાઢે છે, તેમાં તેમની આત્મીયતા વ્યક્ત થાય છે. ‘ચમત્કાર વિના નમસ્કાર નહી’-એ કહેવતને લેખકે અહીં હળવી-મર્માળી શૈલીથી સિધ્ધ કરી આપી હતી.
અત્યારે આપણે જેને વાચીકમ્ કહી એ છીએ તે વાચીકમ્ હું ૪૫ વર્ષ પહેલા વર્ગમાં છાત્રો પાસે કરાવતો હતો.
પાઠમાં વાચીકમ્ આ રહ્યું…