ફેશન વીકના 26 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ભારતીયે ભાગ લઈ દેશના પારંપરિક પોશાકને સન્માન આપ્યું છે.
વિદેશી લોકો હંમેશા ભારતીય ટ્રેડિશનલ પોષાકથી આકર્ષાય છે. અનેક વખત આપણે એવું જોયું છે કે વિદેશી લોકો ભારત આવે ત્યારે મહિલાઓ ખાસ કરીને આપણા પરંપરિક પોશાક પહેરે છે. પરંતુ અહીં રાજસ્થાનના પારંપરિક પોશાકની વિદેશમાં માન સન્માન અપાવ્યું છે રાજસ્થાનના દૌસાની રહેવાસી ધોલી મીણાએ.આ નામ સોશિયલ મીડિયા માં ખૂબ જાણીતું છે.ધોલી મીણાએ યુરોપિયન દેશ માલ્ટામાં આયોજિત ફેશન વીક 2024માં ભાગ લીધો હતો જ્યાં તેણીએ રાજસ્થાનના પારંપરિક પોશાક પહેર્યો હતો.
તાજેતરમાં સાત સમંદર પાર પણ રાજસ્થાની સંસ્કૃતિને ઓળખ અપાવનાર ધોલી મીણાએ રાજસ્થાની ડ્રેસ પહેરીને લોકોને અચરજમાં મૂકી દીધા હતા.ધોલી મીણાએ યુરોપિયન દેશ માલ્ટામાં આયોજિત ફેશન વીક 2024માં ભાગ લીધો હતો, જ્યાં તેણે રાજસ્થાની લહેંગા અને પીળી લુગડી પહેરીને કેટવોક કર્યું હતું. વિદેશીઓ પણ આ કેટવોક જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. લોકોએ જોરથી તાળીઓ પાડી ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમમાં અનેક દેશોના લોકોએ ભાગ લીધો હતો. ધોલી મીણા રાજસ્થાની પોશાકમાં કેટવોક કરનાર ભારતના પ્રથમ પ્રતિનિધિ હતા.આમ ધોલી મીણાએ વિદેશમાં પણ પોતાના દેશી પોશાકમાં રાજસ્થાનની સંસ્કૃતિનો ધ્વજ લહેરાવ્યો હતો.
દેશી ગર્લ તરીકે પ્રખ્યાત દૌસા જિલ્લાની રહેવાસી ધોલી મીણાએ યુરોપમાં આયોજિત ફેશન વીક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ધોલીએ જણાવ્યું કે ફેશન વીકના 26 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર કોઈ ભારતીયે તેમાં ભાગ લીધો છે અને તેને આ સન્માન મળ્યું છે. આ સમય દરમિયાન ધોલી મીણાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના કેટવોકનો એક વીડિયો પણ શેર કર્યો છે જેને 5 લાખથી વધુ લોકોએ જોયો છે અને લોકો ગર્વ અનુભવી રહ્યા છે.
અહીં ઘણા દેશોના પ્રતિનિધિઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ઘાઘરા સ્કાર્ફમાં કેટવોક કરતી મહિલાને જોઈને વિદેશીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ધોલી કહે છે કે વિદેશમાં રહીને પણ તેને પોતાની સંસ્કૃતિ અને પરંપરા જાળવવી ગમે છે, તે વિદેશમાં પણ દેશી કપડામાં રહીને ગર્વ અનુભવે છે.જ્યારે ફેશન શો સિવાયના સમયમાં માલ્ટાના રસ્તા પર ધોલી મીણા રાજસ્થાની ડ્રેસમાં નીકળ્યા ત્યારે રાહદારીઓ આશ્ચર્યથી તેની સામે જોતા હતા.અમુક લોકો તેના ફોટો પડતા હતા તો અમુક લોકો સેલ્ફી લેતા નજરે ચડ્યા હતા.
આ પહેલા પણ ધોલીએ માલ્ટામાં આયોજિત આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક ઉત્સવમાં ઘૂમર ડાન્સ કરીને સૌને ચોંકાવી દીધા હતા. કાર્યક્રમમાં તેને ડાન્સ કરતી જોઈને વિદેશીઓએ તેને પ્રોત્સાહન આપ્યું હતું. આ કાર્યક્રમમાં 50 થી વધુ દેશોના લોકો હાજર રહ્યા હતા. રાજસ્થાની પરંપરાગત નૃત્ય ઘૂમર ઉપરાંત ફૂડ સ્ટોલમાં વિદેશીઓને દાળ બાટી ચુરમા પણ ખવડાવ્યું હતું. જેના લોકોએ ખૂબ વખાણ કર્યા.