ડોકના દુખાવા સાથે હાથ, સોલ્ડર, આંગળીયોમાં પ્રોબ્લેમ્સ હોય તો રેડીકયલોપથી હોવી જોઇએ
ગત અંકમાંથી મુકેલી વાતનો સાર
નિદાન:
ડોકનો ફોટો પડવાથી મણકામાં ડેમેજ હોય, વાની તકલીફ કે સ્પોન્ડિલાઈટિસ હોય તો ખબર પડે. આ ઉપરાંત બે મણકા વચ્ચેની જગ્યા ઓછી થયેલ હોય તો ડીસ પ્રોલેપ્સ કે ગાદી ખસી જવાના ચાન્સ વધુ.વધુ ડિટેઇલ જાણકારી કે ડાયોગ્નોસિસ માટે એમ આર આઈ કરવું પડે.
સારવાર:
ડોકનો દુખાવો જ છે કે પછી હાથમાં નબળાઈ લાગે છે કે હાથમાં કે સોલ્ડરમાં પણ દુખે છે? આ એક અગત્યનો સવાલ છે. ડોકના દુખાવા સાથે હાથ, સોલ્ડર કે આંગળીઓમાં પ્રોબ્લેમ્સ હોય તો રેડીકયલોપથી હોવી જોઈએ. રેડિક્યુ લોપથી મતલબકે જ્ઞાનતંતુઓ કે રેડિકલ નર્વ ફાઈબર ડેમેજ થયા છે જેની સારવાર અલગથી સિરિયસલી કરવી પડે.
ફક્ત ડોકની જ તકલીફ છે. નો પ્રોબ્લેમ, ગભરાવું નહીં,થોડા દિવસમાં સરખું થઈ જશે કે થાળે પડવા લાગશે. જરૂર પૂરતી દુખાવાની દવા લેવી. ડોકને આરામ આપવો અને કોલ્ડ સપોનજ કે ગરમ કોથળીનો શેક કરવો. ડોકને કોઈ જાતની ઇજજા કે ટ્રોમા ન થયેલ હોય તો સર્વાઈકલ એક્સરસાઇઝ કરવી જેનાથી ખુબજ ફાયદો થશે. દવા કે કસરતને ન ગાંઠતા દુખાવા માટે એક્યુ પ્રેસર, ઓઇલ મસાજ કે અન્ય સારવાર લેવી. ઘણીવાર લો લેવલ લેસર થેરાપી અપાતી હોય છે.
ડોકના દુખાવા સાથે કે દુખાવા વગર હાથની તકલીફ હોય તો ? નાની ઉંમર કે યુવાનોમાં થતા આવા પ્રોબ્લેમ મોટાભાગે થોડા સમયમાં સોલ્વ થઈ જતા હોય છે. થોડો સમય જરૂર પ્રમાણે દવા, સર્વાઈકલ કોલરનો ઉપયોગ અને મણકાને આરામ આપવાથી ઓપરેશન ટાળી શકાય છે. હાથમાં નબળાઈ વરતાતી હોય કે પાતળો પડવા લાગે તો સર્જરી કરવી પડે.
યાદ રાખો:
[1].ફક્ત ડોકનો જ દુખાવો હોય અને હાથમાં કોઈ તકલીફ ન હોય તો ચિંતા કરવી નહીં. સમય જતા બરાબર થવા લાગશે.
[2]. ડોકના દુખાવા સાથે આંગળીઓ કે હાથમાં ખાલી ચડવાની કે નબળાઈ લાગવાની તકલીફ હોય તો નિદાન કરાવી લેવું. નસ દબાતી હોય તો આરામ કરવો,પટ્ટો પહેરવો , જરૂર પૂરતી દવા લેવી. મોટાભાગના કેઈસમાં સર્જરીની જરૂર પડતી નથી. ડોકની સર્જરી અઘરી અને કોમ્પ્લિકેશન સાથેની હોય શકે. બને તો ઓપરેશનને અવોઇડ કરવું.
[3]. ડોકની તકલીફ અને ડીસ પ્રોલેપ્સ હોય તો બહુ અખ્તર કરવા નહીં કે ઉંટ વેઈદા કરવા નહીં.
[4]. કોઈપણ જાતના મેન્યુપ્યુલેશન કરાવતા પહેલા બે વાર વિચારવું, એકક્સપર્ટનો ઓપિનિયન લેવો.
[5]. ડોકની કસરતથી ઘણો ફાયદો થશે, સોલ્ડરના સ્નાયુઓ મજબૂત થશે અને ખાલી ચડવાનું કે ચક્કર આવવાનું બંધ થશે.
[6]. મોટાભાગના દુખાવા સાયકો સોમેટિક હોય છે, પેઇનનું જેટલું લાલન પાલન કરશો એટલું તમોને વધુ હેરાન કરશે. દુખાવાને ભૂલી જવાથી દુખાવો તમોને ભૂલી અન્ય જગ્યાએ જશે.
[7]. ઈશ્વરે આપણને શરીર આપ્યું છે અને એ શરીરને સુધારતા કે બગાડતા રહેવાનો આપણે એક જાતનો નસો થઈ ગયો છે. કલાકો સુધી કોમ્પ્યુટર કે લેપટોપ સામેં બેસી રહેવું, ડોકની ઉપર જુલ્મ કરવો, આડેધડ મનપણે તેમ પથારીમાં સૂવું અને પછી ડોકની તકલીફની ફરિયાદ કરવી અને સારું ન થાય તો અન્યને કોસવા એ આપણા જીનમાં જન્મજાત વસેલું છે.
[8]. ઓફિસવર્ક દરમ્યાન કટકે કટકે બ્રેક લઈ થોડા સ્ટ્રેચિંગ કરવાથી ડોકની તકલીફ નિવારી શકાય છે.
[9]. ભારત વ્યક્તિ પૂજાનો દેશ છે, શરીર પૂજાનો નહીં! કોઈની પાછળ કલાકો સુધી સમય વેડીફી એને ઝૂકી ઝૂકીને પ્રણામ કરવામાં કે નેતાઓની રેલીમાં જેટલો સમય લોકો વેડફી નાખે છે એટલો સમય વ્યાયામ પાછળ ફાળવી સકતા નથી અને પાછા રોદણાં રૂંવે છે.
[10]. પથારી માં પડ્યા પછી તકિયા કે ઓશીકાને પૂછવું કે હું બરાબર સૂતો છું કે નહીં, કારણકે પિલો એક સારો સલાહકાર છે. યાદ રહે ડોકની તકલીફ હોય કે સ્પોન્ડીલોસિસ થયું હોય અને ચત્તા સૂવું હોય તો તકિયા વગર સૂવું. પડખાભેર કે સાઈડમાં સૂવું હોય તો જ પાતળો પિલો રાખવો. સુવાની ટેવથી ડોકના પ્રોબ્લેમ્સ ઉદભવે છે.
[11]. મોટાભાગના ગુજરાતીઓમાં કસરત એ અંતિમ પ્રાથમિકતા છે. ગુજરાતીભાષા માં ધર્મ, બીમારી અને રસોઈની બુક્સ વધુ વેચાઈ છે કે પબ્લિશ થાય છે. શરીરને સુઘડ કે હેમખેમ રાખવું એ આપણો શોખ નથી. લોકોને કસરત કરતા ડાયટિંગ કરવું વધુ ગમે છે. 110 કિલ્લોની જાડી સ્ત્રી મગ પર આખો દિવસ કાઢશે પણ વૉકિંગ કરવા નહીં જાય અને પછી દુઃખાવીને કે મચકોડાઈ જવાની ફરિયાદ કરી ટીકડા ગળી જશે.
ટોનિક: ડોક્ટર: આજે તમારી ખાંસી બેટર લાગે છે? દર્દી: લાગે જ ને ! મેં આખી રાત પ્રેક્ટિસ કરી છે.