સીરિયાની રાજધાની દમાસ્કસમાં વિદ્રોહી જૂથોના પહોંચ્યા બાદ જ સમાચાર આવ્યા કે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ સીરિયા છોડીને ભાગી ગયા છે. ત્યારે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે તે રશિયા કે ઈરાનમાં શરણ લઈ શકે છે, પરંતુ હજુ સુધી તેમની કોઈ જાણકારી સામે આવી નથી. રાષ્ટ્રપતિનું વિમાન હાલમાં રડારથી બહાર છે.
ત્યારે મીડિયા રિપોર્ટસ મુજબ પ્લેન ક્રેશમાં રાષ્ટ્રપતિનું મોત થયું હોવાનો દાવો કર્યો છે. તેમનું પ્લેન સીરિયાથી ઉડાન ભર્યા બાદ કોઈ જગ્યાએ ક્રેશ થઈ ગયું. ફ્લાઈટ રડાર ડેટા મુજબ અસદના વિમાને અચાનક યુ-ટર્ન લીધો અને ક્યાંક ગાયબ થઈ ગયું.
પ્લેન રડારથી ગુમ
ફ્લાઈટ રડાર મુજબ સીરિયન વિદ્રોહી જૂથોના કેટલાક સભ્યોએ દમાસ્કસ એરપોર્ટ પરથી સીરિયન વિમાનને હાઈજેક કર્યું. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિમાનમાં રાષ્ટ્રપતિ બશર અલ-અસદ પણ સવાર હતા. વિમાન સીરિયાના દરિયાકાંઠા તરફ જઈ રહ્યું હતું અને અચાનક વળાંક લીધો અને ત્યારબાદ પ્લેન રડાર પર જોવા મળતું નથી. ત્યારે પ્લેન ગાયબ થતાંની સાથે જ અનેક પ્રકારની અટકળો ફેલાઈ ગઈ છે.
વિદ્રોહીઓએ સ્વતંત્રતા જાહેર કરી
ત્યારે બીજી તરફ વિદ્રોહીએ આજે 8 ડિસેમ્બરે બાથિસ્ટ શાસન (અસાદની પાર્ટી) દ્વારા 50 વર્ષના ઉત્પીડન અને 13 વર્ષના ગુનાઓ, અત્યાચારો અને વિસ્થાપન અને તમામ પ્રકારના કબજે કરનારા દળો સામે લાંબી લડાઈ પછી આજે તે કાળ યુગનો અંત અને સીરિયાના એક નવા યુગની શરૂઆતની જાહેરાત કરી છે.
કેદીઓને મુક્ત કર્યા
વિદ્રોહીઓએ દેશભરની તમામ જેલોમાંથી કેદીઓને મુક્ત કરી દીધા છે. વિદ્રોહીઓએ આત્મસમર્પણ કરેલા સૈનિકો સાથે ગેરવર્તણૂક નહીં કરવાની અને બધાને સાથે લઈને સીરિયામાં નવી સરકાર બનાવવાની વાત કરી છે. તે જ સમયે, દમાસ્કસ પર કબજો કર્યા પછી વિદ્રોહીઓએ એમ પણ કહ્યું છે કે તેઓ હજુ પણ દેશના ઉત્તરમાં કુર્દિશ લડવૈયાઓ સામે લડી રહ્યા છે.