હેન્ડરાઇટિંગ એક્સપર્ટ એ પણ તેના રાઇટીંગની કરી છે પ્રશંસા
પ્રકૃતિએ તેના અનોખા લખાણ અને સારા અક્ષર માટે ઘણા પુરસ્કારો જીત્યા છે.
નાનપણમાં શાળામાં ભણતી વખતે જો અક્ષરો સારા ન થતા હોય તો ટીચરનો ઠપકો મળતો તેમજ માતા-પિતા પણ તેના માટે પ્રેક્ટિસ કરાવતા. ઘણી વખત સારા અક્ષરોના એક્સ્ટ્રા માર્કસ પણ મળતા. ખુબ સુંદર અક્ષર હોય ત્યારે આપણે તેને મોતીના દાણાની ઉપમા
આપીએ છીએ. નાનપણથી જ બાળકના અક્ષર સારા થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. અક્ષર પરથી જ વ્યક્તિનું સમગ્ર વ્યક્તિત્વ જાણી શકાય છે. લખવાની સ્ટાઇલ તેમજ અક્ષરના વળાંક પરથી માણસનું વ્યક્તિત્વ કેવું છે તે નિષ્ણાંત લોકો જણાવી દે છે. આપણે પણ કોઈના સારા અક્ષર જોઈને પ્રભાવિત થઈ જાય છીએ. ક્યારેય એવો વિચાર આવ્યો છે ખરા કે વિશ્વમાં સૌથી સારા અક્ષર કોના થતા હશે?
તાજેતરમાં સોશિયલ મીડિયા પર, આવી જ એક નેપાળી સ્કૂલની છોકરીના લખાવટને દુનિયાના સૌથી સારા હેન્ડરાઈટિંગ માનવામાં આવે છે.પ્રકૃતિ મલ્લ નામની વિદ્યાર્થિની તેની સુંદર લખાણ માટે ફરી એકવાર સમાચારોમાં છે.
હવે પ્રકૃતિ 16 વર્ષની થઈ ગઈ છે. નેપાળના સૈનિક વૈશ્ય મહાવિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતી પ્રકૃતિ મલ્લ 14 વર્ષની ઉંમરે તેની અદભુત લખાણથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તેના સારા હેન્ડરાઇટિંગે દુનિયાભરમાં લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
વિદ્યાર્થિનીના અક્ષર જોઈને આશ્ચર્યચકિત થયેલા એક વ્યક્તિએ તરત જ તેનો ફોટો લીધો અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો. આ પોસ્ટને મોટી સંખ્યામાં લોકોએ લાઈક કરી હતી. પ્રકૃતિના હેન્ડરાઈટિંગ રાતોરાત દુનિયાભરમાં લોકપ્રિય થઈ ગયા હતા. હેન્ડરાઈટિંગ એક્સપર્ટ પણ તેનાથી પ્રભાવિત થયા છે.પ્રકૃતિ મલ્લનું લખાણ જોયા પછી એક્સપર્ટે કહ્યું કે દરેક અક્ષર વચ્ચેનો તફાવત સમાન છે. તેથી, આ વિદ્યાર્થિનીના હેન્ડરાઈટિંગ નેપાળમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.
નેપાળ સરકાર દ્વારા પ્રકૃતિના અક્ષરને માન્યતા આપવામાં આવી છે. તેની હસ્તલેખન નેપાળની શ્રેષ્ઠ સુલેખન તરીકે પણ ઓળખવામાં આવી છે. પ્રકૃતિએ તેના અનોખા લખાણ અને સારા અક્ષર માટે નેપાળમાં ઘણા પુરસ્કારો પણ જીત્યા છે. સોશિયલ મીડિયા માંથી પણ તેના અક્ષર માટે તેને ખૂબ ખૂબ અભિનંદન મળ્યા છે તો અમુક લોકોએ એવી કોમેન્ટ પણ કરી છે કે આ અક્ષરો જાણે ટાઈપ કરેલા હોય તેવા લાગે છે.