અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ફ્લોરિડાના પામ બીચમાં ટ્રમ્પ ઈન્ટરનેશનલ ગોલ્ફ ક્લબની તેમની તાજેતરની મુલાકાત દરમિયાન દેખીતી નવી હેરસ્ટાઈલથી ઓનલાઈન ધૂમ મચી ગઈ છે. ટ્રમ્પની નવી હેર સ્ટાઇલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે.
ટ્રમ્પ નવા જ અંદાજમાં
મંગળવારે સાંજે,તાજેતરમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી જીત્યાં છે. પ્રમુખ તરીકે ચુંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડામાં ટ્રમ્પ ઈન્ટરનેશનલ ગોલ્ફ ક્લબ વેસ્ટ પામ બીચ ખાતે મુલાકાત કરી હતી. જ્યાં તેમની નવી હેરસ્ટાઈલની સ્પોટ થઈ હતી. ફ્લોરિડાની તેમની ખાનગી મિલકત પર પ્રશંસકોની ભારે ભીડ જામી હતી. ટ્રમ્પે અતિશય ઉત્સાહી અને ગર્જના કરતી ભીડનું સ્વાગત કર્યું હતું.
શક્તિશાળી કે પછી ઔર ગુમાવવાનો સંકેત?
કેટલાક ટીકાખોરોની સોશિયલ મીડિયા પર ટ્વીટ પણ થઈ છે કે નવી હેર સ્ટાઇલ નવા પ્રમુખ પદ માટે શું સંકેત આપે છે? શક્તિશાળી હોવાનો કે પછી પ્રતિભાશાળી આભા ગુમાવવાનો?
અગાઉ પણ હેર સ્ટાઇલને લઈ મચી હતી હલચલ
વાત જૂન 2019ની જ્યારે ટ્રમ્પ પોટસના રિપબ્લિકન નેતા તરીકે તેમની પ્રથમ ટર્મની સેવા આપી રહ્યા હતા. ત્યારે તેમણે વધુ સ્લિક હેર મેકઓવર માટે તેમના ટ્રેડમાર્ક હેર સલૂન બાઉફન્ટને છોડી દીધા હતા. તે સમયે પણ કઈક અલગ હી સ્ટાઇલ કરી હતી. જેણે અસામાન્ય વાળના દેખાવને કારણે સોશિયલ મીડિયા પર આજની જેમ જ હલચલ મચાવી હતી. ત્યારે વધુ એક વાર પ્રમુખ પદના શપથ પહેલા ટ્રમ્પનો નવો અંદાજ કઈક અલગ છે.