લાયન્સ કલબ ઓફ સુરેન્દ્રનગર ક્રાઉન અને પરિવર્તન ડેવલોપમેન્ટ રૂરલ ટ્રસ્ટના 2 વર્ષથી ચાલતા અભિયાનમાં અત્યાર સુધીમાં 40થી વધુ મહીલાએ વાળ ડોનેટ કર્યા છે.
કેન્સર શબ્દથી શબ્દથી ભલભલા લોકો ડરે છે ત્યારે કેન્સર માટે અનેક લોકો અને સંસ્થાઓ જાગૃતિ ફેલાવવા માટે પ્રયત્ન કરતા હોય છે. કેન્સરનો લોકો હિંમતથી સામનો કરે તે માટે પણ અનેક લોકો કામગીરી કરતા હોય છે.સુરેન્દ્રનગરના એક મહિલા બે વર્ષ કરતા વધુ સમયથી મહિલાઓમા કેન્સર અંગે જાગૃતિ આવે માટે અભિયાન ચલાવી રહ્યા છે.જેમાં કેન્સરના દર્દીઓને કિમો થેરાપી દરમિયાન વાળ ખરી જતા હોવાથી તેમને માટે વીગ બનાવવા મહિલાઓ પોતાના વાળ અર્પણ કરે છે.આ અભિયાનમાં 40થી વધુ મહિલા તથા નાની બાળાઓએ જોડાઇને પોતાને પ્રિય એવા કેશ અર્પણ કર્યા છે.
વર્તમાન સમયમાં કેન્સર ની બીમારી નું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે અને તેનો ઈલાજ પણ ખૂબ ખર્ચાળ અને પીડાદાયક હોય છે અમુક ટ્રીટમેન્ટ વખતે દર્દીના વાળ ખરી જતા હોય છે ત્યારે પોતાના વાળનું દાન આપીને કેન્સરના દર્દી પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરે છે. લોકોમાં કેન્સર પ્રત્યે જાગૃતિ આવે અને સેવા કાર્યમાં જોડાય તે માટે સુરેન્દ્રનગરના જિજ્ઞાસા બેન નાયક દ્વારા આ અભિયાન ચલાવવામાં આવી રહયુ છે.
કેન્સર પીડીત સ્ત્રીઓ માટે વિગ બનાવવા માટે લાયન્સ કલબ ઓફ સુરેન્દ્રનગર ક્રાઉન અને પરિવર્તન ડેવલોપમેન્ટ રૂરલ ટ્રસ્ટનું ડોનેટ હેર ડોટેન હોપ અભિયાન 2 વર્ષથી ચાલે છે.જેની પ્રણેતા દીકરી અક્ષતિ નાયક છે.જેમાં અત્યાર સુધીમાં 40થી વધુ મહીલાએ વાળ ડોનેટ કર્યા છે.
આ અંગે જીગ્નાસાબેને જણાવ્યુ કે મારી દિકરી અક્ષતિ નાયક જ્યારે સોશીયલ મિડીયામાં કેન્સરના દર્દીઓની પીડા જોતી ત્યારે દુઃખી થઈ જતી.તેમના વાળ પણ સારવાર દરમિયાન રહેતા નથી આથી અમોએ અમારી સંસ્થા દ્વારા કેશ દાનનું અભિયાન હાથ ધર્યુ છે.જેમાં પ્રથમ અક્ષીતાબેને પોતે કેશનું દાન કરવાનું નકકી કર્યુ હતુ.
મહિલાઓને જાગૃત કરવા અને આ પ્રોજેક્ટને આગળ વધારવા કલબના પ્રોજેક્ટ ચેરમેન કાશ્મીરા ગોવાણી, જીજ્ઞાસા નાયક પ્રયાસ કરી રહ્યા છે.આ અભિયાનમાં મોરબી, રાજકોટ, જામનગરથી પણ મહિલાઓ જોડાઇ છે.ત્યારે વધુમાં વધુ મહિલાઓ સેવાકાર્યમાં જોડાય અને સુરેન્દ્રનગરમાં સ્થાનીક કક્ષાએ વિગ બનાવવાની શરૂઆત કરી નિ:શુલ્ક સેવામાં આપવા ઇચ્છા વ્યક્ત કરી હતી. દિકરીએ પ્રેરણા આપતા આવું સેવાકાર્ય શરૂ કરવામાં આવ્યુ.