રાજકોટના યાજ્ઞિક રોડ પર જ્યા છાશનો એક ગ્લાસ પણ રૂ.૧૫૦માં વેંચાય છે તેવા બ્રાન્ડેડ ફ્રેન્ચાઇઝીમાં જતા પહેલા ચેતજો
સેમ્પલ લઇને લેબોરેટરીમાં મોકલાયા, દરોડો પડ્યો એ પહેલા એક્સપાયરી ડેટનું દૂધ કેટલાના પેટમાં પધરાવાઇ ગયુ હશે?
રાજકોટની જનતા સ્વાદની શોખિન છે. પછી તે મોંઘીદાટ આઇટમ હોય તો પણ સ્ટેટસ મુજબ પૈસા ખર્ચતા પાછુ વળીને જોતા નથી. ખાસ કરીને ખાણીપીણીની ફ્રેન્ચાઇઝી પર જતો અમુક વર્ગ ઘરે રૂ.૧૦માં તૈયાર થતી હોય એ આઇટમના દોઢસો રૂપિયા આપતા પણ અચકાતા નથી. આટલી મોંઘીદાટ આઇટમ લેવા છતા આરોગ્ય સાથે તો ચેડા થાય જ છે તે વધુ એકવખત સાબિત થયુ છે. ડી એન્ડ એસ એક એવી બ્રાન્ડ છે કે, તેમા સામાન્ય વર્ગની વાત ક્યા કરવી, મધ્યમ વર્ગના લોકોને પણ જતા પહેલા આર્થિક બજેટ જોવુ પડે. યાજ્ઞિક રોડ પર આવેલી ડી એન્ડ એસ ફ્રેન્ચાઇઝી આવેલી છે. અહીંથી આરોગ્યને નુકસાન થાય તેવુ એક્સપાયરી ડેટવાળા દૂધનો જથ્થો મળી આવ્યો હતો. જ્યા ફ્લેવરવાળી છાશનો એક ગ્લાસ રૂ.૧૦૦થી રૂ.૧૫૦માં મળે ત્યા એક્સપાયરી ડેટનું દૂધ વાપરીને ગ્રાહકોના આરોગ્ય સાથે ગુનાહિત ચેડા થતા હોવાનું ઓનપેપર પકડાયુ છે.