- 4 નવેમ્બરે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ આવશે આમને-સામને
- ટુર્નામેન્ટમાંથી બહાર થવાના આરે, 5 ખેલાડી થયા ઈજાગ્રસ્ત
- ઈજાગ્રસ્ત ખેલાડીઓની સંખ્યામાં થઈ રહ્યો છે વધારો
ન્યૂઝીલેન્ડની ટીમે વર્લ્ડ કપની શાનદાર શરૂઆત કરી હતી. આ ટીમે તેની પ્રથમ ચાર મેચ જીતી હતી. પરંતુ આ પછી તેને સતત 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. વાસ્તવમાં, એક સમયે એવું માનવામાં આવતું હતું કે ન્યૂઝીલેન્ડનું સેમિફાઇનલમાં રમવું નિશ્ચિત છે, પરંતુ હવે કીવી ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થવાના આરે છે. વધી-ઘટી કસર ખેલાડીઓની ઇજાઓ એ પૂરી કરી દીધી. કિવી કેપ્ટન કેન વિલિયમસન પહેલાથી જ ઈજાથી ઝઝૂમી રહ્યો હતો, પરંતુ હવે ઈજાગ્રસ્ત ખેલાડીઓની સંખ્યા સતત વધી રહી છે.
મેટ હેનરી અને જીમી નીશમ ઘાયલ થયા હતા…
ન્યુઝીલેન્ડના ઝડપી બોલર મેટ હેનરી અને ઓલરાઉન્ડર જીમી નીશમ દક્ષિણ આફ્રિકા સામે ઈજાગ્રસ્ત થયા છે. તે જ સમયે, હવે મેટ હેનરીને એમઆરઆઈ સ્કેન કરાવવું પડશે. એવું માનવામાં આવે છે કે મેટ હેનરીની ઈજા ઘણી ગંભીર છે. જીમી નીશમ દક્ષિણ આફ્રિકા સામે નવમા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. આ પછી, જીમી નીશમની ઈજાને સ્કેન કરવામાં આવી હતી. ન્યુઝીલેન્ડ ટીમ મેનેજમેન્ટ અને પ્રશંસકો માટે એ સારી વાત છે કે જીમી નીશમના સ્કેનમાં ગંભીર ઈજાના કોઈ પુરાવા મળ્યા નથી.
ઈજાગ્રસ્ત ખેલાડીઓની યાદી લાંબી છે
આ સિવાય કિવી ટીમનો ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન ઈજાથી ઝઝૂમી રહ્યો છે. રવિવારે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની ટીમો સામસામે ટકરાશે. ન્યૂઝીલેન્ડ ટીમ મેનેજમેન્ટને આશા છે કે લોકી ફર્ગ્યુસન પાકિસ્તાન સામેની મેચ માટે ઉપલબ્ધ રહેશે. હાલમાં જ ન્યુઝીલેન્ડ ટીમના કેપ્ટન કેન વિલિયમસન સિવાય માર્ક ચેપમેને પણ અંગુઠાની સર્જરી કરાવી હતી. પરંતુ તે નિશ્ચિત નથી કે કેન વિલિયમસન અને માર્ક ચેમ્પેન પાકિસ્તાન સામે રમશે. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાન સામેની મેચ પહેલા કેન વિલિયમસન અને માર્ક ચેમ્પેનનો ફિટનેસ ટેસ્ટ થશે. જોકે, સતત 3 હાર બાદ ખેલાડીઓની ઈજાએ કિવી ટીમની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.