બે રાજયોની ચુંટણી પેન્ડીંગ રાખી વિરોધ પક્ષના હાથમાં ભાજપે મુદો આપી દીધો
ચૂંટણી પંચે ગઇ કાલે જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી જાહેર કરી છે. આ બન્ને રાજયોની ચૂંટણની તારીખ જાહેર થઇ છે. જેમાં જમ્મુ કાશ્મિરમાં ૧૮ અને રપ સપ્ટેમ્બરના રોજ બે તકકામાં ચૂંટણી થશે. જયારે હરિયાણામાં એક તબકકામાં ૧ ઓકટોબરે ચૂંટણી જાહેર થશે. જેના પરિણામ ૪ ઓકટોબરે આવશે. ર૦ર૪માં ચાર રાજયોની ચૂંટણી નિર્ધારિત છે. જેમાં એક સાથે ચાર રાજયોની ચૂંટણી કરવાને બદલે બે જ રાજયોની ચૂંટણી જાહેર કરી ચૂંટણી પંચ સામે સવાલ ઉભા થયા છે. ? મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી ન આપવાના કારણો વિપક્ષોએ પૂછયા છે. એટલું જ નહિ એવા આક્ષેપ પણ કર્યા છે કે મહારાષ્ટ્રમાં ભાજપ માટે કપરા ચઢાણ છે. મહારાષ્ટ્રમાં હવે મોદી જાદુ ઓસરી ગયો છે એટલે ચાર રાજયોની ચુંટણી સાથે નથી અપાઇ. ઝારખંડામાં પણ આ પ્રકારના આક્ષેપ થાય છે.
વિપક્ષી નેતાઓએ સૌ પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર નિશાન તાંકયુ છે. તેમણે વન નેશન વન ઇલેકશની જાહેરાતો કરી હતી. પરંતુ હાલ દેશમા ભાજપના વળતાં પાણી છે તેને કારણે આ જાહેરાતથી વિપરીત ચાર રાજયોની ચૂંટણી નથી યોજાઇ. ચૂંટણી પંચ અને ચૂંટણી કમિશ્નરને પણ સરકારનું પપેટ બતાવ્યુ છે.
૪ ઓકટોબરે આ બન્ને રાજયોની ચૂંટણીના પરિણામો આવી ગયા બાદ બાકીના બે રાજયોની ચુંટણી જાહેર થશે. માત્ર બે રાજયોની ચૂંટણી યોજવા પાછળ એવું કહેવાય છે કે મહારાષ્ટ્રમા તો ભાજપ માટે હારની ભીતિ છે. આથી તેને કારણે અન્ય રાજયો ઉપર પ્રચાર દરમિયાન અસર ન પડે અને આ બન્ને રાજયોમાં પુરા જોશથી પ્રચાર કરી શકાય. ચૂંટણી કમિશ્નરે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણીઓ સાથે ન યોજવા પાછળ કારણ આપ્યા તેના ઉપર પણ સવાલ થયા છે. ચૂંટણી કમિશ્નરે કહયુ કે મહારાષ્ટ્ર,ઝારખંડમાં આ વખતે ચોમાસુ ભારે છે. ગણપતિ મહોત્સવ,પિતૃપક્ષ વગેરે છે. જેના સામે વિપક્ષોએ એવો તર્ક મૂકયો કે પાછળની ચૂંટણી સમયે આ તહેવારો નહોતાં? ચોમાસુ નહોતું ? મતલબ કે ચૂંટણી કમિશ્નર સરકારના ઇશારે મહારાષ્ટ્રમાં સાથે ચૂંટણી નથી યોજતી.
જમ્મુ કાશ્મિરની ચૂંટણી લોકશાહિના નવા સૂરજ તરીકે જોવાઇ રહી છે. જયારે હરિયાણાની ચૂંટણીમાં ભાજપને લોઢાના ચણા ચાવવાનો પડકાર હોવાનું કહેવાય છે. લોકસભાની ચૂંટણીમાં જે પરિણામો આવ્યા એ ભાજપ માટે ટ્રેલર છે. વિધાનસભાની ચુંટણી આખી ફિલ્મ બતાવશે એવું કોંગ્રેસ વિપક્ષ તરફી લોકો કહે છે.
એક વાત પાકકી છે. ભાજપનો આત્મવિશ્વાસ ઘટયો છે. વન નેશન વન ઇલેકશનની વાતથી વિપરિત ચાર રાજયોની ચૂંટણીમાં બે રાજયોની ચૂંટણી કરવાનો નિર્ણય ભાજપનો આત્મવિશ્વાસ તળિયે ગયો છે એ ચોકકસ બતાવે છે. લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ ભાજપમા યુ.પી. મહારાષ્ટ્રમાં જે ધમાસાણ ચાલે છે તેની અસર પણ પરિણામો ઉપર પડવાની નોબત આવી શકે છે.
સામા પક્ષે કોંગ્રેસને હરિયાણામાં ખાસ કરીને જૂથવાદોન એરુ ન આભડે એ જોવાનું છે. ત્યાં શૈલજા કુમારી,સુરજેવાલ અને ભૂપેન્દ્રસિંહ હડ્ડાએક કારમાં સફર નથી કરી શકતાં. તો ચૂંટણી પ્રચારમાં સાથે આવી શકશે ? કોંગ્રેસે જૂથબંધીમાં ખુબ ખાના ખરાબી કરી છે. આ વખતે કોંગ્રેસ એક થઇ જશે તો તેમની તરફેણમાં પરિણામ લાવી શકે તેમ છે. કહેવાય છે કે રાહુલ ગાંધીનું નેતૃત્વ હવે પરિપકવ થયુ છે. લોકસભાનીચૂંટણી બાદ પક્ષમાં હવે આ નેતાઓ ઇશારામાં વાત સમજશે. આવુ થશે તો આગામી ચૂંટણી હરિયાણામાં રસપ્રદ બનશે.