IRS અધિકારીઓને ડેપ્યુટેશન ઉપર મૂકે છે : ઘરના ઘંટી ચાટે પડોશીને આટો જેવો ઘાટ જીએસટી કર્મચારીઓએ કાળીપટ્ટી ધારણ કરી રામધૂન બોલાવી કર્યુ વિરોધ પ્રદર્શન
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત સરકાર દ્વારા સ્ટેટ જીએસટીમાં અન્ય કેડરમાંથી અધિકારીઓને ડેપ્યુટેશન ઉપર મુકવામાં આવતા આજે રાજકોટમાં જીએસટી કર્મચારીઓએ કાળીપટ્ટી ધારણ કરી રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
જીએસટી કર્મચારીના ત્રણેય યુનિયન દ્વારા પડતર પ્રશ્નો અંગે ગઈકાલે કચેરીમાં લંચ ટાઈમમાં રામધૂન બોલાવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કર્મચારીઓએ જણાવ્યું હતું કે, વિભાગના તમામ કેડરના અધિકારીઓને કેરીયર પ્રમોશન આપી વિભાગમાંથી જ અધિક રાજ્ય વેરા કમિશ્નરની જગ્યા ઉભી કરી બઢતી આપવામાં આવે.
કેન્દ્ર સરકાર દ્વારા જી.એસ.ટી.વિભાગમા મુખ્ય ચીફ કમિશનર,તથા અન્ય બે અધિકારીઓ કે જેઓ આઈ.આર.એસ.એટલે કે ઈન્ડીયા રેવન્યુ સર્વિસ ના અધિકારી છે તેઓને ડેપ્યુટેશન ઉપર મુકવામાં આવે છે.જેના કારણે લોકલ અધિકારીઓના પ્રમોશન અટકી જાય છે તેમજ અન્ય સરકારી ખાતામાં જે રીતે કમચારીઓના પ્રમોશન આપવામાં આવે છે તે ઝડપથી આપવામાં આવતા નથી તેમજ રાજય સરકારના અન્ય ખાતામાં ફરજ બજાવતા કર્મચારી તથા અધિકારીઓને પ્રમોશન આપવામાં આવે છે તેની સામે જીએસટી વિભાગના અધિકારીઓને પગારમા તફાવત આવે છે તેના બદલે સરખું કામ અને સરખું વેતન આપવા સહિતની ત્રણ માગણીના પ્રશ્ને આંદોલનના માર્ગે ગયા છે.
સંયુક્ત રાજ્ય વેરા કમિશ્નર કક્ષાના સિનીયર અધિકારીઓ બઢતી મેળવવા પાત્ર હોવા છતાં પણ તેમને લાંબા સમયથી અવગણના કરી અન્ય કેડરના આઈઆરએસ અધિકારીઓને મુકવામાં આવે છે. જેઓ જીએસટીની કામગીરીથી વાકેફ ન હોવાથી કામગીરી ઉપર પડે છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી કરવામાં આવેલ વર્ગ-રના મામલતદાર, સેકશન અધિકારી, તાલુકા વિકાસ અધિકારીનો કેડરોની ભરતી એકસાથે કરવામાં આવે છે. તેમજ પગારધોરણ પણ સમાન હોય છે ત્યારબાદ બઢતી મેળવ્યા બાદ પગારમાં વિસંગતતા છે. આવા અનેક પ્રશ્ન અંગે આજે સ્ટેટ જીએસટી કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.