સરેરાશ 14.4 મીમી વરસાદ નોંધાયો
મોરબી જિલ્લામાં અત્યાર સુધી કુલ 14.4 મીમી વરસાદ ચુક્યો છે.
મોરબી જિલ્લા કંટ્રોલરૂમ દ્વારા વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા છે જેમાં મોરબીમાં 5 મીમી ટંકારામાં 10મીમી અને હળવદમાં સૌથી વધુ 20મીમી વરસાદ પડ્યો છે…
મોરબી જિલ્લા ઉપરાંત રાજ્યભરમાં લોકો આતુરતા પુર્વક વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે મોરબી જિલ્લામાં મેધરાજાની એન્ટ્રી થઈ છે. જિલ્લામાં હળવદ પંથકમાં 20 મીમી, મોરબીમાં 5 મીમી અને ટંકારામાં 10 મીમી વરસાદ પડ્યો છે. જ્યારે જિલ્લામાં અત્યાર સુધી સરેરાશ કુલ 14.4 મીમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે. વરસાદ વરસતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે તો ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે.