આવો જાણીએ અળસીના ફાયદાઓ
100 ગ્રામ અળસીમાં 534 કેલેરી, 41 ગ્રામ તેલ, 20 ગ્રામ પ્રોટીન, અને 28 ગ્રામ ફાઈબર મળી રહે છે.આમાંથી મળતા તેલમાં 28 ગ્રામ ઓમેગાં-3 અને ઓમેગા-6 પોલીસેટ્યુંરેટેડ ફેટ હોય છે જેમાંથી તમોને સારું કોલેસ્ટ્રોલ એટલે કે એચ. ડી. એલ. કોલેસ્ટ્રોલ મળી રહે છે. આ ઉપરાંત પુષ્કળ પ્રમાણ માં વિટામિન્સ મીનરલ્સ અને ઝીંક પણ હોય છે.
અળસીમાં ઓમેગા 3 ફેટી એસીડ હોય છે અને તે પણ આલ્ફા લ્યુપીલીક એસીડ પ્રકારનું, પોલી ન્યુટ્રીયનટ્ર જેને લીનાસ્ન્સ પણ કહે છે તે અને પુષ્કળ પ્રમાણ માં ફાઈબર હોય છે. શિકાગોના ડોક્ટર સાથેની વાત મને યાદ આવી અને મારા પોતાના કેટલાક પર્સનલ પ્રોબ્લેમનું સોલ્યુસન મને મળી ગયું એવું લાગ્યું.
અળસીના ફાયદા?
1. કબજીયાત વિશે મેં બહુ લખ્યું છે. કેટલાક સમયથી હું પણ એની સામે લડી રહ્યો છું, મેં મારા દર્દીની વિનવણીથી કબજીયાત માટે એક સાથે બ બ મહિના ની રેચની ગોળી લખી આપી છે, પણ હું જાણું છું કે આવી ગોળીઓ કે ચૂર્ણ હેબીટ ફોર્મિંગ છે અને નિયમિત ઉપયોગ હાનીકારક છે. ફ્લેક્સ સીડ માં પુષ્કળ ફાઈબર છે જે પોતાની તરફ પાણી ખેચે છે અને શરીરનો કચરો પોતાના માં ભેગો કરી મળ વાટે બહાર ફેકે છે જેનાથી આંતરડા નું કેન્સર થતું અટકાવી શકાય માટે જે લોકોને કબજીયાતની તકલીફ હોય અને અળસી ફાવતી હોય એમણે રોજ કટકે કટકે પુષ્કળ પાણી સાથે 100 ગ્રામ અળસી ફાકી જવી કે ખોરાકમાં લેવી.
2. અળસીમાં રહેલ ફેટ કે ફેટી એસીડ પોલીસેચ્યુંરેટેડ ઓમેગા 3 પ્રકારનું હોય છે જે ખુબજ ફાયદાકારક હોય છે જેમાં આલ્ફા લુપીલીક એસીડ મુખ્ય છે. આ હ્રદય રોગ માટે ગુણકારી હોવા ઉપરાંત ધમની ને બરડ થતી અટકાવે છે. આ પ્રકારના ગુણધર્મ ના કારણે હ્રદય રોગ કે પકછ્ઘાત ના હુમલા અટકાવી શકાય છે. અળસીમાં રહેલ ફેટી એસીડ ને ઓવન માં ગરમ કરવા છતાં નુકસાન થતું નથી. બ્રેડમાં ઉપયોગ કરવાથી બ્રેડની ગ્લીસીમિક ઇન્ડેક્સ ઘટાડી શકાય છે જેના કારણે ડાયાબીટીસ ના દર્દીનું સુગર વધતું નથી.
3. અળસીમાં લીગ્નાન્સ નામનું ફાયટો ન્યુટ્રીયન્ટ કે જે એક એન્ટીઓક્સીડન્ટ છે તે પુષ્કળ પ્રમાણ માં આવેલું છે.આનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, વારંવાર માંદા પડી જતા નથી, સ્ટેમિના જળવાય રહે છે અને એજિંગ પ્રોસેસ કે ડીજનરેટીવ રોગોનો સામનો કરી શકો છો.અળસીમાં સન ફ્લાવર કરતા 338 ગણું, મગફળી કરતા 3200 ગણું અને સીસમ સીડ્સ કરતા 7 ગણું એન્ટી ઓક્સીડન્ટ આવેલું છે.
મેં અમી ને પૂછ્યું ‘મને આના થી કાઈ નુકસાન તો નહી થાય ને’
મને કહે તમારે પાણી વધારે પીવું પડશે નહિતર ડીહાઈડ્રેશન થઈ શકે. બાકી રેચક હોવાથી લેટ્રિન વધુ જવું પડે. પાણી તો વધુ લેવાની મને ટેવ છે એટલે વાંધો નહી આવે.
કેવી રીતે વાપરી શકાય?
1. મુખવાસ તરીકે. ન ભાવે તો સાથે તલ,તજ કે ધાણાદાર મિક્સ કરી દેવા.
2. પાવડર બનાવી જેને ગ્રાઉન્ડ ફ્લેક્સ કહે છે તેને ખોરાક કે સલાડ ઉપર છટકવ કરીને લઈ શકાય.
3.ફ્લેક્સ ઓઈલ ને પણ જરૂરિયાત મુજબ ખોરાક સાથે લઈ શકાય.
4. આ ઉપરાંત ઓઈલ નો ઉપયોગ માલીસ કરવામાં પણ કરી શકાય જેનાથી વાના દર્દી ના સારો ફાયદો થઈ સકે.
5. ડાયાબીટીસ, લોહીનું ઉચું દબાણ અને સ્ત્રીઓ માં થતા બ્રેસ્ટ કેન્સરમાં તથા મોનોપોઝમાં અળસીનો ઉપયોગ ખુબ જ ફાયદાકારક છે.
મગને પાણીમાં પલાળી મૂકી રાખો તો એમાં ફણગા ફૂટે અને આવા મગ ખાવાથી પ્રોટીન ની સથોસાથ ભરપુર ફાઈબર પણ મળે. ફણગવા ની આ પ્રક્રિયા ને ‘સ્પ્રાઉટીંગ’ કહેછે છે.સ્પ્રાઉટીંગ એ રોમાંચ જેવો શબ્દ છે. રોમાંચિત હોવું, પ્રફુલ્લન હોવું કે સ્પ્રાઉટીંગ હોવું આજકાલ ખુબ જ જરૂરી છે. આ પ્રકાર ની વસ્તુનો તમારા રોજબરોજના ખોરાક માં નિયમિત ઉપયોગ કરવા થી તંદુરશ્તીને લગતા તમારો મોટા ભાગના પ્રશ્નોનું સમાધાન મળી જશે, કારણકે માંદુ પડવું આજકાલ પાલવે એમ નથી.
ટોનિક : અજબ નળીઓ ગોઠવી છે પ્રભુએ આ દેહમાં, ભરાય દિલ અને છલકાય છે આંખથી…..