સિંગાપોર માટે પ્રથમ ક્રૂઝ સફરમાં 24 ક્રૂ સભ્યોમાં તે એકમાત્ર મહિલા હતી અને સતત સાત મહિના સુધી જહાજ પર રહી હતી.
જ્યારે કોઈ મંઝિલ તરફ એક પગલું ભરવામાં આવે ત્યારે બીજા પગલાની જગ્યા તરત જ થઈ જાય છે.પરંતુ આ એક પછી એક ભરાતા પગલાં વચ્ચે કાંટા રૂપી સંઘર્ષ પણ આવશે અને આગળ વધવા માટે અવરોધો પણ આવશે,આવા અનેક અવરોધોને પાર કરીને પુણે નજીકના ઈન્દાપુર તાલુકાના ગામની રહેવાસી 25 વર્ષની સિમરન થોરાટ નેવી ઓફિસર બની છે.
સિમરન પોતાના પરિવાર, ગામ અને જિલ્લામાંથી મર્ચન્ટ નેવી ઓફિસર બનનાર પ્રથમ મહિલા છે. સિમરનના માતા-પિતા, બ્રહ્મદેવ અને આશા થોરાટે ડગલે ને પગલે સંપૂર્ણ ટેકો આપ્યો અને તેમની પુત્રીનું સ્વપ્ન પૂરું કરવા માટે તેમની બધી જમીન પણ વેચી દીધી.
પિતાએ દીકરીના સ્વપ્ન સાકાર કરવા તેમનું ત્રણ એકરનું ખેતર વેચી દીધું, જ્યાં તેમણે મકાઈ, ઘઉં અને શેરડી ઉગાડી, મેરીટાઇમ કોલેજ અને નેવી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, પુણેમાં ત્રણ વર્ષના અભ્યાસક્રમ માટે રૂ. 9 લાખનો ખર્ચ ઉઠાવ્યો. આ પછી, જ્યારે કોઈ જમીન બચી ન હતી, ત્યારે તેના પિતાએ ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને તેની માતાએ ઇન્દાપુર સ્થિત એક ચોકલેટ ફેક્ટરીમાં કામ કરવાનું શરૂ કર્યું.આવા સંઘર્ષ વચ્ચે કેટલાક સંબંધીઓ અને પડોશીઓ દીકરીને વહાણમાં એકલી મોકલવાની વિરુદ્ધ હતા.સિમરનના પિતાજી દીકરીને પ્રોત્સાહન આપતા હતા.
સિમરનનું શાળાકીય શિક્ષણ મરાઠી માધ્યમમાં થયું હતું, તેથી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવામાં ઘણી શૈક્ષણિક પડકારો હતી.આ બાબત તેણી જણાવે છે કે ,”મારી બેચમાં 3 છોકરીઓ હતી અને હું શિક્ષણશાસ્ત્રમાં તેમના કરતાં ઘણી સારી હતી. તેમ છતાં, પ્લેસમેન્ટના પ્રથમ રાઉન્ડમાં, મને એક મોટી શિપિંગ કંપની દ્વારા નકારી કાઢવામાં આવી હતી કારણ કે હું અંગ્રેજીમાં કડકડાટ બોલી શકતી નહોતી. પરંતુ મેં મારી ખામીઓ સ્વીકારી અને તેના પર કામ કરવાનું શરૂ કર્યું, મેં મારા ભાઈ સાથે અંગ્રેજીમાં વાત કરવાનું શરૂ કર્યું અને કલાકો સુધી અરીસા સામે પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું.
તેમનો અને તેમના પરિવારનો સંઘર્ષ ત્યારે ફળ્યો જ્યારે સીસ્પેન આઈ, એક મોટી કન્ટેનર શિપ મેનેજમેન્ટ કંપની, તેમની કોલેજમાં અંતિમ વર્ષના પ્લેસમેન્ટ માટે આવી. તેમણે તેમની કંપનીની પ્રથમ મહિલા ડેક કેડેટ તરીકે સિમરનની નિમણૂક કરી. તે પછી તે 2019 માં સિંગાપોર માટે તેની પ્રથમ ક્રૂઝ પર ગઈ હતી. 24 ક્રૂ સભ્યોમાં તે એકમાત્ર મહિલા હતી અને સતત સાત મહિના સુધી જહાજ પર રહી હતી. તેની સફળતા જોઈને તેના માતા-પિતા અને ભાઈ ખૂબ જ ખુશ છે, તેમને તેમની દીકરી પર ગર્વ છે.