ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અને ભાજપના ભૂતપૂર્વ સાંસદ ગૌતમ ગંભીરની મુશ્કેલીઓ વધી ગઈ છે, જ્યાં તેમને ‘ISIS કાશ્મીર’ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. ધમકી બાદ, ગંભીરે તાત્કાલિક દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો અને પોતાના પરિવારની સુરક્ષા માટે તાત્કાલિક કાર્યવાહી અને સરકારી સહાયની માગ કરી.
ગૌતમ ગંભીરે નોંધાવી FIR
મીડિયા રિપોર્ટ મુજબ ગંભીરે દિલ્હી પોલીસને આ ચિંતાજનક પરિસ્થિતિના જવાબમાં ઔપચારિક રીતે FIR નોંધવા વિનંતી કરી. તેને કાયદા અમલીકરણ અધિકારીઓને તેમના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેવા વિનંતી પણ કરી.
ગંભીરને બે ધમકીભર્યા મળ્યા મેઈલ
રિપોર્ટ મુજબ 22 એપ્રિલના રોજ ગંભીરને કથિત રીતે બે ધમકીભર્યા ઇમેઈલ મળ્યા હતા. આ સમયગાળા દરમિયાન, એક ઇમેઈલ બપોરે આવ્યો અને બીજો સાંજે આવ્યો. બંને પર “હું તને મારી નાખીશ” એવો મેસેજ લખેલો હતો. આ પહેલી વાર નથી જ્યારે ગંભીરને આવી ધમકીઓનો સામનો કરવો પડ્યો હોય. અગાઉ નવેમ્બર 2021 માં, સાંસદ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમને આવો જ એક ઇમેઈલ મળ્યો હતો.
ગંભીરે પહેલગામ હુમલાની કરી કડક નિંદા
તમને જણાવી દઈએ કે મંગળવારે ગંભીરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી હતી. મંગળવારે પહેલગામમાં થયેલા ક્રૂર હુમલામાં 27 લોકો માર્યા ગયા હતા, જે 2019ના પુલવામા આતંકવાદી હુમલા પછીની સૌથી ખરાબ ઘટનાઓમાંની એક હતી. આ હુમલા પર ગંભીરે લખ્યું છે કે ‘હું મૃતકોના પરિવારો માટે પ્રાર્થના કરી રહ્યો છું. આ માટે જવાબદાર લોકોએ તેની કિંમત ચૂકવવી પડશે. ભારત સ્ટ્રાઈક કરશે.