બન્ને નેતાઓ વચ્ચેની બંધ બારણે થયેલી મુલાકાતે અનેક અટકળો પેદા કરી, પક્ષ અને અન્ય મુદ્દે ચાલી લાંબી બેઠક
ગુજરાતના રાજકરણમાં કંઈ નવા જુનીના એંઘાણ વર્તાઈ રહ્યાં છે. છેલ્લા કેટલાય સમયથી મોટા મોટા રાજનેતાઓ જોડે બંધ બારણે થતી ચર્ચાઓ અને બેઠકો એ તરફ દિશાનિર્દેશ કરી રહ્યાં છે. ભાજપના નેતાઓ હોય કે પછી અન્ય કોઈ પક્ષના નેતાઓનીઓ મુલાકાતના કારણે થોડા દિવસથી રાજકરણ પણ ગરમાયું જોવા મળી રહયું છે. તેવામાં આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે. જેને લઈને કંઈ નવા જુની થાય તેવી અટકળો ચાલી રહી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસથી ગુજરાતની મુલાકાતે હતા. તે દરમિયાન ગુજરાતના પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે આ મુલાકાત યોજાઈ હતી. કેવાઈ રહયું છે કે બંધ બારણે થયેલી આ મીટીંગમાં ઘણી મહત્વની ચર્ચાઓ થઇ હતી. બંને વચ્ચે લાંભા સમય બાદ બેઠક યોજાતા અનેક તર્ક વિર્તકો સર્જાયા છે.