- આર્થિક સહાય યોજનાની લોનમાં છેતરપિંડી કરી હતી
- કોવિડ દરમિયાન આર્થિક સહાય યોજનાની ખોટી અરજી કરી
- નકલી પે-ચેકને ચેક કેશિંગ સ્ટોરમાં આપવામાં આવ્યા
અમેરિકામાં એક ગુજરાતી સહિત ભારતીય મૂળના બે લોકોએ લાખો ડોલરની છેતરપિંડીના આરોપો સ્વીકારી લીધા છે. તેમણે કોવિડ-19 મહામારી દરમિયાન આર્થિક સહાય યોજના હેઠળની લોનમાં છેતરપિંડી કરી હતી. ન્યાય વિભાગે આ અંગેની માહિતી આપતાં જાહેરાત કરી છે કે બોસ્ટનના નિશાંત પટેલ (41), હરજિતસિંહ (49) અને અન્ય ત્રણ લોકોએ પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ (પીપીપી) લોનમાં છેતરપિંડી કરી હતી. આરોપીઓએ ખોટી અને નકલી પીપીપી લોન અરજીઓ જમા કરાવી હોવાનું કબૂલ્યું છે. પીપીપી લોન મેળવનારી કંપનીઓના કર્મચારીઓએ પણ તે પાંચ આરોપીઓને મદદ કરી હતી. જોકે, તેઓ પોતે કર્મચારીઓ નહોતા. આ નકલી પે-ચેકને ચેક કેશિંગ સ્ટોરમાં આપવામાં આવ્યા, જ્યાં અન્ય આરોપીઓએ મદદ કરી હતી. આ યોજના હેઠળ આરોપી પટેલે 4,74,993 યુએસ ડોલરની નકલી પીપીપી લોન અને હરજિતસિંહે 9,37,379 યુએસ ડોલરની લોન મેળવી હતી. યોજનામાં સામેલ અન્ય ત્રણ લોકોને 14 લાખ રૂપિયા મળ્યા હતા. આ ગુનાના આરોપીઓની સજા આગામી ચોથી જાન્યુઆરીએ નક્કી કરવામાં આવશે, જેમાં તેમને પાંચ-પાંચ વર્ષની સજા ફટકારવામાં આવશે. તેમના ઉપરાંત આ ગુનામાં અન્ય પંદર લોકો પણ આરોપી જણાયા છે.