કોંગ્રેસના ઢંઢેરામાં સરકારી ટેન્ડરમાં પણ મુસ્લીમોને આરક્ષણની ઘોષણા કરી છે
કોંગ્રેસને મોદીના ત્રણ પડકાર : ચટ્ટા પટ્ટાને આરક્ષણ નહિ આપે
ભારતના બંધારણમાં કોઇ ફેરફાર નહિ કરે
આરક્ષણને ધર્મના આધાર ઉપર મુસલમાનોને નહિ આપે
દલીત બક્ષીપંચ,ઓબીસીના આરક્ષણ ચટ્ટા-પટ્ટાને નહિ આપે
કોંગ્રેસની સતા છે એવા રાજયોમાં બાહેંધરી આપે
સુરેન્દ્રનગરની ધરતી ઉપરથી ચૂંટણી સભા સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઢંઢેરામાં સરકારી ટેન્ડરોમાં મુસ્લિમોને અનામત આપવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, મોદીના શાસનમાં બંધારણમાં કોઈ ફેરફાર નહીં થાય.
ગુજરાતની ૧૫ લોકસભા બેઠકને આવરી લેવા માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે. આજે જૂનાગઢ અને જામનગરમાં સભા ગજવતા પૂર્વે સુરેન્દ્રનગરના વઢવાણમાં હજારોની જનમેદની વચ્ચે નરેન્દ્રભાઇએ કોંગ્રેસના હાજા ગગડી જાય તેવા આકરા પ્રહારોની સાથે ત્રણ પડકાર ફેંક્યા હતા. કોંગ્રેસ લેખિતમાં આપે કે ચટ્ટાપટ્ટાવાળાઓને અને મુસ્લિમોને આરંક્ષણ ક્યારેય આપવામા નહીં આવે. બીજો પડકા એ આપ્યો કે, એસ.ટી., એસ.સી., ઓબીસી, આદિવાસી સમાજને જે આરંક્ષણ મળે છે તે ક્વોટામાં કોઇ ફેરફાર નહીં થાય અને આ ક્વોટામાંથી મુસ્લિમોને આરંક્ષણ આપવામા નહીં આવે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇના સૌરાષ્ટ્ર પ્રવાસમાં જૂનાગઢ અને જામનગર પૂર્વે સુરેન્દ્રના વઢવાણમાં સભા ગજવી હતી. વડાપ્રધાનનો મીજાજ આજે વધુ આક્રમક દેખાયો હતો. તેમણે પ્રારંભથી જ કોંગ્રેસ ઉપર ધાણીફૂટ પ્રહાર કરવાનું શરૂ કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, ૧૦ વર્ષ પહેલા દેશ આખામાં ભ્રષ્ટાચારનું શાસન હતુ. ટુજી, કોલસો, સીએજી, ડિફેન્સના શસ્ત્રો ખરીદવામા, કોમનવેલ્થમાં કરોડો-અબજોના ઘોટાલા થયા. કોંગ્રેસે જલ, થભ, નભ બધે જ ભ્રષ્ટાચારનો ભરડો લીધો હતો. આજે મોદી સરકારના છેલ્લા દસ વર્ષમાં એકપણ આવા કૌભાંડ થયા નથી. ૧૦ વર્ષ પહેલા ભારતની ઇકોનોમી ૧૧માં ક્રમે હતી. આજે છલાંગ લગાવીને પાંચમા ક્રમે છે. દસ વર્ષ પહેલા વિશ્વમાં ભારતની છબી કંગાળ તરીકેની હતી. આજે વિદેશી કંપનીઓ ભારતમાં આવવા લાઇનમાં ઉભી છે. આ છે મોદી શાસનના દસ વર્ષનો રિપોર્ટ કાર્ડ. ભાજપે દેશના આવતા ૨૫ વર્ષના વિકસિત ભારતના લક્ષ્ય સાથે કદમ આગળ વધાર્યા છે અને તેના માટે દેશવાસીઓએ મોદીને મજબૂત કરવો પડશે.
દરમિયાન ચૂંટણીના પ્રથમ ચરણથી જ કોંગ્રેસ અનામતને લઇને ભાજપ સામે આક્ષેપ કરી રહી છે કે, મોદી સરકાર ફરી આવશે તો આરંક્ષણ ખતમ થઇ જશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇએ કોંગ્રેસના આ પ્રચાર એજન્ડા સામે આક્રમક પ્રહાર કરતા કહ્યુ હતુ કે, કોંગ્રેસ મત મેળવવા માટે જુઠાણુ ચલાવી રહી છે. મોદી જીવે છે ત્યા સુધી અનામતમાં કોઇ જ ફેરફાર નહીં થાય તેવુ. હકિકત એ છે કે, કોંગ્રેસે તેના મેનીફેસ્ટોમાં જ લેખિતમાં જે આપ્યુ છે તેના પરથી એવુ સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસ તુષ્ટીકરણ કરવા જઇ રહી છે. ઓબીસી, એસ.ટી., એસસી, આદિવાસી સમાજને મળતા અનામતનો ક્વોટા મુસ્લિમેનો આપવા માગે છે. નરેન્દ્રભાઇએ કોંગ્રેસને ત્રણ પડકાર ફેંક્યા હતા કે, કોંગ્રેસ એવુ લેખિતમાં આપે કે, તે ક્યારેયક પણ મુસ્લિમોને અનામતનો લાભ નહીં આપે. ઓબીસી, એસ.ટી., એસસી, આદિવાસી સમાજને મળતા અનામતના ક્વોટામાં ભાગ પાડીને મુસ્લિમોને આરંક્ષણ આપવામા નહીં આવે.