- રાજ્યમાં ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ યોજાશે
- ગાંધી જયંતિથી સરદાર પટેલ જયંતિ સુધી કાર્યક્રમનું આયોજન
- તમામ 33 જિલ્લા અને 4 મહાનગરમાં કાર્યક્રમ યોજાશે
ગાંધી જન્મ જયંતિની ગુજરાતમાં અલગ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં રાજ્યમાં ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ યોજાશે. આજથી 31 ઓક્ટોબર સુધી કાર્યક્રમ યોજાશે. તથા ગાંધી જયંતિથી સરદાર પટેલ જયંતિ સુધી કાર્યક્રમનું આયોજન થશે.
તમામ 33 જિલ્લા અને 4 મહાનગરમાં કાર્યક્રમ યોજાશે
તમામ 33 જિલ્લા અને 4 મહાનગરમાં કાર્યક્રમ યોજાશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. તથા ઉદ્યોગમંત્રી બળવંતસિંહ, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા હાજર રહેશે. સ્થાનિક ઉત્પાદન પ્રચાર પ્રસાર, પ્રદર્શન સહિતના કાર્યક્રમ યોજાશે. 4 મહાનગરમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં સમાવેશ થયા છે.
ગાંધી જયંતિએ દેશની સૌથી મહત્વપૂર્ણ રજાઓમાંની એક
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિવસ 2 ઓક્ટોબરે દેશમાં દર વર્ષે ગાંધી જયંતિ ઉજવવામાં આવે છે. તેઓ માત્ર એક પ્રખ્યાત નેતા જ નહીં પરંતુ ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની પણ હતા. અહિંસાના માર્ગે ચાલીને રાષ્ટ્રપિતાએ આપણને અંગ્રેજોથી આઝાદી અપાવી છે. ગાંધી જયંતિએ દેશની સૌથી મહત્વપૂર્ણ રજાઓમાંની એક છે. આજે સમગ્ર દેશમાં રજા છે. લોકો ગાંધી જયંતિ પર એકબીજાને શુભેચ્છાઓ આપીને પણ આ દિવસની ઉજવણી કરે છે.
Gefälschte Rolex-Uhren in der Schweiz zu verkaufen, billige replica uhren kaufen im Präsidentenstil mit hoher Qualität zu verkaufen, Rolex-Imitationsuhren online kaufen.