આજે સુપ્રીમ કોર્ટમાં દિલ્હી-NCR પ્રદૂષણ મામલે સુનાવણી થઈ હતી, જેમાં કોર્ટે કહ્યું કે GRAP-4ના પ્રતિબંધો આગામી 2 ડિસેમ્બર સુધી દિલ્હી-NCRમાં લાગુ રહેશે. આ સાથે જ શાળાઓ સિવાય, અન્ય સ્થળોએ ગ્રેપ-4 લાગુ રહેશે. કોર્ટ કમિશનરનો રિપોર્ટ બતાવે છે કે અધિકારીઓ ગ્રેપ 4 હેઠળના પ્રતિબંધોને યોગ્ય રીતે લાગુ કરવામાં નિષ્ફળ રહ્યા છે.
સાંજે 4 વાગ્યા પછી પરાળી સળગાવવાની સલાહ ન આપે
ત્યારે હવે બેદરકારી દાખવનારા તમામ અધિકારીઓ સામે ઝડપથી પગલાં લેવા જોઈએ. પંજાબ સરકારે સેટેલાઈટ સર્વેલન્સથી બચવા માટે તેમના અધિકારીઓને સાંજે 4 વાગ્યા પછી પરાળી સળગાવવાની સલાહ ન આપવાનું કહેવું જોઈએ. આ સાથે જ ટ્રકોની એન્ટ્રી પર નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે ASGને કહ્યું કે તેઓ અમારા આદેશના પાલન વિશે જણાવે. આ અંગે ASG ઐશ્વર્યા ભાટીએ કહ્યું કે દિલ્હી સાથે જોડાયેલા પાડોશી રાજ્યોના કારણે આવું થઈ રહ્યું છે. જસ્ટિસ એએસ ઓકાએ કહ્યું કે અમે રજૂ કરેલા પ્રથમ રિપોર્ટનો અભ્યાસ કર્યો છે. પોલીસે ભાગ્યે જ કંઈ કર્યું હતું.
અધિકારીઓ તેમની કામગીરી કરવામાં નિષ્ફળ સાબિત થયા
કોર્ટે કોર્ટ કમિશનરના બીજા રિપોર્ટ પર નજર નાખી છે. પ્રથમ રિપોર્ટ બતાવે છે કે ગ્રેપ-4ના ઉપાયોને તેના મૂળ રૂપથી લાગુ કરવામાં વિવિધ અધિકારીઓ પૂરી રીતે નિષ્ફળ ગયા છે. બંને રિપોર્ટમાં ઉલ્લંઘનો તરફ ઈશારો કરવામાં આવ્યો છે. ત્યારે અમે આશા રાખીએ છીએ કે રાજ્યના કમિશનરો દ્વારા વિશેષ રીતે બતાવવામાં આવેલા ઉલ્લંઘનોના મામલામાં પ્રસ્તાવિત કાર્યવાહી વિશે અમારી સામે એક નિવેદન આપે.
GRAP-4ના ઉપાય સોમવાર સુધી લાગુ રહેશે
જે મુદ્દા પર ધ્યાન આપવાની જરૂર છે તે એ છે કે ટ્રકોને દિલ્હીની સરહદમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે છે અને પછી થોડું અંતર કાપ્યા પછી તેઓ જ્યાંથી આવ્યા હતા, ત્યાં પાછા યુ-ટર્ન લઈ રહ્યા છે. આ મુદ્દા પર પણ ધ્યાન આપવાની જરૂર છે. અમે સ્પષ્ટતા કરીએ છીએ કે શાળાઓના સંબંધમાં સુધારેલા પગલાં સિવાયના તમામ GRAP-4ના ઉપાય સોમવાર સુધી લાગુ રહેશે. આ દરમિયાન આયોગ એક બેઠક કરશે અને GRAP-4થી GRAP-3 અથવા GRAP-2 તરફ જવા વિશે સૂચનો આપશે. અમે એ પણ સ્પષ્ટ કરીએ છીએ કે GRAP-4માં પૂરા પાડવામાં આવેલા તમામ પગલાં પૂર્ણ કરવામાં આવે, તે જરૂરી નથી. GRAP-3 અને GRAP-2માં પગલાં મિશ્રિત કરી શકાય છે.