આ નાણાકીય વર્ષમાં ચોથી વખત 1.60 લાખ કરોડનો આંકડો પાર કર્યો
Updated: Oct 1st, 2023
GST collection september 2023 : દેશમાં જીએસટીથી થનારી મહેસૂલી આવક (GST Collection) માં વાર્ષિક આધારે મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે. સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો ભારતમાં જીએસટી કલેક્શનનો આંકડો 1.62 લાખ કરોડને આંબી ગયો હતો. જે એક વર્ષ પહેલાની તુલનાએ 10.2 ટકા વધુ છે. મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ આજે જીએસટી કલેક્શન વિશે માહિતી આપતાં આ જાણકારી આપી છે.
👉 ₹1,62,712 crore gross #GST revenue collected during September 2023; records 10% Year-on-Year growth
👉 GST collection crosses ₹1.60 lakh crore mark for the fourth time in FY 2023-24
👉 ₹9,92,508 crore gross #GST collection for the first half of FY 2023-24 marks 11% Y-o-Y… pic.twitter.com/1C8QiSQcVw
— Ministry of Finance (@FinMinIndia) October 1, 2023
ગયા મહિનાનું GST કલેક્શન
ગયા મહિને GSTની કુલ આવક રૂ. 1,62,712 કરોડ થઇ છે. જેમાં સેન્ટ્રલ GST રૂ. 29,818 કરોડ, સ્ટેટ GST રૂ. 37,657 કરોડ, ઇન્ટિગ્રેટેડ GST રૂ. 83,623 કરોડ (માલની આયાત પર જમા કરાયેલ રૂ. 41,145 કરોડ સહિત) અને સેસ રૂ. 11,613 કરોડ (માલની આયાત પર જમા કરાયેલ રૂ. 881 કરોડ સહિત)નો સમાવેશ થાય છે.
આ નાણાકીય વર્ષમાં ચોથી વખત 1.60 લાખ કરોડનો આંકડો પાર કર્યો
સરકારી આંકડામાંથી મળેલી માહિતી અનુસાર, સરકારે ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં GST કલેક્શન મારફતે 1.47 લાખ કરોડ રૂપિયાની આવક કરી હતી. જૂન ત્રિમાસિક દરમિયાન મહેસૂલી આવકમાં 14%થી વધુની વૃદ્ધિ થઈ હતી. નાણાકીય વર્ષ 2023-24માં આ ચોથી વખત છે જ્યારે GST કલેક્શન રૂ. 1.60 લાખ કરોડના આંકડાને પાર કરી ગયું છે.
Cheap IWC replica UK wholesale,like IWC replica watches for the best price, top replica watches store.