દેશભરમાં જયારે લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારી ચાલતી હોય ત્યારે મુફતી જૂનાગઢ,કચ્છમાં ભડકાઉ ભાષણ આપવામાં કેમ સફળ થયો ?
જૂનાગઢમાં એક ધાર્મિક કાર્યક્રમમાં મુંબઇના મુફતી સલમાન મૌલાના નામના રેડિકલ નેતાએ ભડકાઉ ભાષણ કર્યુ. આ ભાષણ થઇ ગયુ તેની આમ તો બહારના વિશ્વમાં કોઇ નોંધ પણ ન લેવાત. પરંતુ મુફતીએ જે રીતે પાકિસ્તાનમાં ભાષણ કરતો હોય એ રીતે ભાષણમાં હિન્દુઓ વિરૂધ્ધ ઝેર ઓકયુ. તેના વિડિયો વાઇરલ થયા. આ વાઇરલ વિડિયોએ ભારે પ્રત્યાઘાતો થયા. જૂનાગઢના નવાબને આઝાદીના સમયે જૂનાગઢ પાકિસ્તાનમાં ભેળવવુ હતું પરંતુ સરદાર સાહેબે તેમને ભારતના નકશામાં જૂનાગઢ કેટલું દેખાય છે એ દર્શાવી તેમની તાકાતનો પરિચય કરાવી બિસ્તરાં પોટલાં બંધાવી દીધા હતાં. આ જ જૂનાગઢમાં ફરી એક વખત પાકિસ્તાન પરસ્તી દેખાઇ છે. ગુજરાત સરકારના ધ્યાને આ ભડકાઉ ભાષણ આવ્યુ. કોમી એખલાસને પલિતો ચાંપનાર અને મુસ્લીમ યુવાનોને ગેરમાર્ગે દોરનાર મુફતી સલમાન સામે તાત્કાલીક ગૂનો નોંધાયો અને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહિ હાથ ધરાઇ છે
આશ્ચર્યની વાત એ છે કે મુફતી સલમાન આવુ ભાષણ જૂનાગઢ અને કચ્છમાં કરવામાં સફળ કેમ થયો ? શું ગુજરાત આઇ.બી.ને મુફતીનો પરિચય નહોતો. જૂનાગઢ આઇ.બી. આ કાર્યક્રમ સમયે ઉંઘતી રહી.? સદનસીબે આ ભડકાઉ ભાષણના કોઇ પ્રત્યક્ષ પડઘા પડયા નથી. પરંતુ એક વખત કયાંય કોઇ છમકલુ થાય તો રાખ નીચે આગ સમગ્ર ગુજરાતમાં છુપાયેલી છે. ભડકો થતાં વાર ન લાગે. ગુજરાત એટીએસે મુંબઇમાં જે કાબિલે દાદ કામગીરી કરી મુફતીન ઝડપી લીધો એ કારણે હવે મહદઅંશે આ પ્રકરણ ઉપર પડદો પડી જશે. પરંતુ મુફતીના આ ભાષણ પાછળ ગુજરાતમાં કોમી પલિતો ચાંપવામાં કોને રસ છે ? તેના પાછળ વિદેશી તાકાત છે કે નહિ તેની એટીએસ તપાસ કરી રહી છે. સંભવત: રેડિકલ જૂથો પાછળ કોઇનો હાથ હશે જ. એટલે જ એટીએસ આ દિશામાં તપાસ કરે છે.
દેશભરમાં લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારી થઇ રહી છે ત્યારે એક ચીનગારી આગ લગાડી શકે છે. આ મામલે ખુબ સાવધાની રાખવી જરૂરી બનશે. બાકી અતિત જીવીઓને એ ખ્યાલ નથી કે ગુજરાત અને ભારતમાં પરિવર્તન આવી ગયુ છે. હજુ નવાબી કાળમાં જીવતાં અને નિર્દોષ લોકોને ધર્મઝનુનના માર્ગે લઇ જવા મથતાં લોકોની કારી હવે ફાવશે નહિ.