- હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ સામેની મેચમાં ઇજાગ્રસ્ત
- ફોલો થ્રૂમાં તેનો પગ વળી જવાથી થયો હતો ઈજાગ્રસ્ત
- હાર્દિક પંડ્યા ઓછામાં ઓછી આગામી બે મેચમાંથી બહાર
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ સામેની મેચમાં ઈજાના કારણે બહાર થઈ ગયો હતો. તે પછી તે ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સામે રમ્યો નહોતો. હવે એવી અટકળો ચાલી રહી હતી કે કદાચ હાર્દિક શ્રીલંકા અથવા સાઉથ આફ્રિકા સામેની મેચમાં વાપસી કરશે. પરંતુ હવે ફેન્સ માટે ફરી એકવાર એક સારા અને ખરાબ સમાચાર સામે આવ્યા છે. તાજેતરની અપડેટ મુજબ, હાર્દિક પંડ્યા ઓછામાં ઓછી આગામી બે મેચમાંથી બહાર થઈ જશે.
હાર્દિક પંડ્યા ક્યારે પરત ફરશે?
અહેવાલો અનુસાર, હાર્દિક પંડ્યાની સેમીફાઈનલ એટલે કે નોકઆઉટ રાઉન્ડ પહેલા ભારતીય ટીમમાં પરત ફરી શકે છે. ભારતીય ટીમ 2 નવેમ્બરે શ્રીલંકા અને ત્યારબાદ 5 નવેમ્બરે સાઉથ આફ્રિકા સામે ટકરાશે. ટીમની છેલ્લી લીગ મેચ 12 નવેમ્બરે નેધરલેન્ડ સામે થશે. હવે જોવાનું એ રહે છે કે હાર્દિક નેધરલેન્ડ સામે વાપસી કરશે કે પછી ભારતીય વાઈસ કેપ્ટન સીધો સેમીફાઈનલમાં મેદાનમાં ઉતરશે. પરંતુ હવે સેમીફાઈનલમાં તે કમબેક કરશે તે નિશ્ચિત માનવામાં આવે છે.
બાંગ્લાદેશ સામેની મેચમાં ઇજાગ્રસ્ત
હાર્દિક પંડ્યા વિશે વાત કરીએ તો, બાંગ્લાદેશ સામે ફોલો થ્રૂમાં તેનો પગ વળી જવાથી તે ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તેનું લિગામેન્ટ ફાટી ગયું. કોઈપણ વ્યક્તિને સાજા થવામાં લગભગ 20 દિવસ લાગે છે. તબીબોએ સ્પષ્ટતા કરી હતી કે જ્યાં સુધી હાર્દિક સંપૂર્ણ રીતે ફિટ નહીં થાય ત્યાં સુધી તેને NCAમાં મેડિકલ ટીમની દેખરેખમાં રાખવામાં આવશે. જોકે, એવું કહેવામાં આવી રહ્યું હતું કે હાર્દિક જરૂર પડ્યે ઈન્જેક્શન લઈને રમી શકે છે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે હાર્દિક સંપૂર્ણ ફિટ થયા બાદ જ મેદાનમાં ઉતરશે.
સૂર્યા-શમીને તક મળી
હાર્દિક પંડ્યાની ઈજા બાદ ટીમમાં સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ શમીની એન્ટ્રી કરવામાં આવી હતી. સૂર્યા ન્યુઝીલેન્ડ સામે 2 રન પર રનઆઉટ થયો હતો. પરંતુ ઈંગ્લેન્ડ સામે તેણે 49 રનની શાનદાર ઈનિંગ રમી હતી. બીજી તરફ શમીએ બે મેચમાં 9 વિકેટ ઝડપી છે. તેણે ન્યુઝીલેન્ડ સામે પાંચ અને ઈંગ્લેન્ડ સામે ચાર વિકેટ ઝડપી હતી. આનો અર્થ એ થયો કે હવે હાર્દિકની વાપસી બાદ જો આ બંને સારું પ્રદર્શન કરતા રહેશે તો આ ખેલાડીઓને પડતો મૂકવો મુશ્કેલ બનશે. આઉટ ઓફ ફોર્મ શ્રેયસ અય્યર પર તલવાર લટકી રહી છે.