- વજન ઓછુ કરવા માટે માત્ર કસરત પૂરતી નથી
- પ્રોપર ડાયટ હોવુ પણ જરૂરી છે
- વજન ઓછુ કરવાની સાથે પેટની ચરબી ઘટશે
વેઇટ લોસ કરવા માટે માત્ર વર્ક આઉટ કરવુ એ પૂરતુ નથી.તે પ્રમાણે ડાયટ પણ લેવુ એટલુ જ જરૂરી છે. વધારે વજન હોવાને કારણે હાઇ બીપી, હાર્ટ એટેક અને ડાયાબિટીસનો ખતરો રહે છે. પેટ અને કમરની આસપાસ ચરબી જમા થવા લાગે છે પરિણામે શરીર બેડોળ દેખાવા લાગે છે. ત્યારે જો તમે પણ સ્લિમ અને ફ્લેટ બેલિ મેળવવા માગો છો તો તમારા ડાયટમાં આજથી જ આ વસ્તુ એડ કરી દો.
નારિયેળનું પાણી
આપણે વાત કરી રહ્યા છીએ એ કુદરતી પીણાની. જે છે નારિયેળનું પાણી. લીલુ નારિયેળ તો બધે જ મળી રહે છે. ખાસ કરીને દરિયા કાંઠે ફરવા જઇએ ત્યારે નારિયેળ પાણી પીવાની મજા અનેરી હોય છે. ત્યારે જો તમે નિયમિત રીતે નારિયેળ પાણી પીવાનું શરૂ કરશો તો તમને વેઇટલોસ કરવામાં ઘણી રાહત રહેશે.
કેમ નારિયેળનું પાણી પીવુ જોઇએ ?
નારિયેળ પાણીમાં વિટામિન્સ, મિનરલ્સ ભરપૂર હોય છે. જે બોડીને હાઇડ્રેટ અને ફ્રેશ ફિલ કરાવે છે. નારિયેળના પાણીમાં નેચરલ સુગર હોય છે. તેમાં કાર્બોહાઇડ્રેટ્સ પણ ઓછી માત્રામાં જોવા મળે છે, જે મેટાબોલિઝમને વેગ આપે છે અને પાચનમાં સુધારો કરે છે. નારિયેળ પાણી પીવાથી પેટ ભરેલુ ભરેલુ લાગે છે. આથી તમે વધુ પડતો આહાર ખાતા અટકી જાઓ છો પરિણામે વજન ધીરે ધીરે ઘટવા લાગે છે. . ફળોના રસ કરતાં નારિયેળ પાણી વધુ ફાયદાકારક છે કારણ કે તેમાં વધુ મિનરલ્સ હોય છે.
નારિયેળ પાણી ક્યારે પીવું જોઈએ?
આમ તો નારિયેળ પાણી તમે ગમે ત્યારે પી શકો છો. તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક જ રહેશે, પરંતુ શ્રેષ્ઠ એ રહેશે કે તમે આ કુદરતી પીણું સવારે ખાલી પેટ પીઓ. જેથી દિવસભર તમે ફ્રેશ અને એનર્જિટિક અનુભવશો.