- બીલીના ફળમાં ઘણા પોષત તત્વો હોવાથી ઘણી બીમારીઓમાં ફાયદાકારક
- બીલીનું ફળ ભગવાન શિવની પુજામાં પણ ચઢાવવામાં આવે છે
- ગરમીમાં લૂથી બચવા માટે બીલીના ફળનો સરબત ખુબ લાભદાયી
આયુર્વેદમાં બીલીના ફળને મહત્ત્વપૂર્ણ ઔષધિ માનવામાં આવે છે. જે પાંચન સંબંધી ઘણી બીમારીઓમાં ફાયદાકારક છે. આ ફળના દરેક ભાગ સ્વાસ્થ્ય માટે અસરકારક છે. આ ફળ બહારથી જેટલુ જ કઠોર હોય છે એટલુ અંદરથી નરમ હોય છે.
બીલીનું ફળ ભગવાન શિવનું છે મનપસંદ ફળ
શ્રાવણ માસમાં ભગવાન શંકરની પુજામાં બીલી પત્ર અને બીલીનું ફળ ચઢાવવામાં આવે છે. બીલીનું ફળ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ગરમીમાં લૂ લાગવાથી બચવા માટે બીલીના ફળનો સરબત પીવામાં આવે છે. ગુરુગ્રામની નારાયણ હોસ્પિટલના સિનીયર ડાયટીશિયન પાયલ શર્માએ જણાવ્યું કે, સામાન્ય રીતે લોકો ગરમીમાં ઠંડક મેળવવા માટે બીલીના ફળનો સરબત પીવે છે. પરંતુ આયુર્વેદની દ્રષ્ટિએ બીલીનું ફળ શરીરના ઘણા રોગોથી દૂર રહેવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ બીલીનું ફળ શરીર માટે કેવી રીતે ફાયદાકારક છે.
આ ફળમાં ઘણા પોષક તત્વો હોય છે
નિષ્ણાતોના મતે બીલીના ફળમાં શુગરની સાથે પ્રોટીન, ફાઈબર, ચરબી, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, ફોસ્ફરસ જેવા તત્વો જોવા મળે છે. આ ઉપરાંત આ ફળમાં વિટામીન A, B અને C પણ ભરપૂર માત્રામાં હોય છે.
હૃદય રોગથી બચાવે છે
બીલીનું ફળ ઘણા રોગોમાં ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ ખાસ કરીને પેટ અને હૃદયના રોગો સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. બીલીનું ફળ સોજો ઓછો કરવાની ક્ષમતા હોય છે. આ સાથે તે કમળો અને અલ્સરને દૂર કરવામાં તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે.
કોલેસ્ટ્રોલમાં ફાયદાકારક છે
લીબીનું ફળ ડાઈજેશન અને પાંચન માટે ઘણું ફાયદાકારક છે. બીલીના ફળમાં ફાયબરની માત્રા ભરપૂર હોય છે. ફાયબર આપણા પાંચનને મજબૂત બનાવવાનું કામ કરે છે. આ ઉપરાંત શરીરની નશોમાં બેડ કોલેસ્ટ્રૉલ પણ ઓછુ કરવામાં મદદ કરે છે.
બીલીનું ફળ કેવી રીતે ખાવું જોઈએ
તમે બીલીના ફળને ઘણી રીતે ખાઈ શકો છો. બીલીના ફળનો સૌથી વધારે ઉપયોગ સરબત માટે કરવામાં આવે છે. તમે બીલીના ફળને તોડીને તેના અંદરના ભાગને પણ ખાઈ શકો છે. ધ્યાન રાખો કે બીલીના ફળના અંદરના ભાગને કાઢીને તેને આખી રાત પાણીમાં પલાળી રાખો અને બીજા દિવસે સવારે ખાઓ.