- જોઈએ તેટલો જ લોટ બાંધવાની આદત રાખો
- આંતરડાના સ્વાસ્થ્યને લાંબા ગાળે કરશે નુકસાન
- ફ્રિઝમાં રાખેલા લોટમાં બેક્ટેરિયાનું જોખમ પણ વધુ
પરિવારના વડીલો અનેક વખત કહે છે કે લોટ બાંધ્યા પછી તરત જ રોટલી બનાવીને ખાવી. પરંતુ સગવડ માટે મોટાભાગના લોકો એક સમયે વધુ કણક બાંધે છે અને તેને ફ્રિઝમાં રાખે છે. આ સમયે તેઓ એ જાણતા નથી કે ફ્રિઝમાં રાખેલા લોટમાંથી બનેલી રોટલી કેટલાક મહત્વપૂર્ણ વિટામિન્સ અને મિનરલ્સ ગુમાવી શકે છે. તો જાણો ફ્રિઝમાં રાખવામાં આવેલા લોટમાંથી બનેલી રોટલીના નુકસાન શું છે.
આંતરડાના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર
ફ્રિઝમાં રાખવામાં આવેલા લોટમાંથી બનેલી રોટલી તમારા આંતરડાના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. આ પ્રકારના લોટના સતત ઉપયોગથી ગેસ, એસિડિટી અને પેટ સંબંધિત અન્ય સમસ્યાઓ થઈ શકે છે. આ ઉપરાંત લોટમાં ફૂગ વધવાની સંભાવના છે, જે તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે.
બેક્ટેરિયાનું જોખમ
લાંબા સમય સુધી ફ્રિઝમાં રાખવામાં આવેલા લોટમાં બેક્ટેરિયાના વિકાસની શક્યતા વધી જાય છે. વધુમાં ફ્રિઝમાં સાચવેલા લોટમાંથી બનેલી રોટલી કરતાં તાજા લોટમાંથી બનેલી રોટલી વધુ સારી લાગે છે. જો તમે તમારા સ્વાસ્થ્યને જાળવવા માંગતા હો તો લોટને બાંધીને ફ્રિઝમાં રાખવાનું ટાળો.જેટલો જોઈએ તેટલો જ લોટ બાંધો.
તાજા લોટને પ્રાધાન્ય આપો
રોટલીમાં મહત્તમ પોષક તત્વો મેળવવા માટે તમારે તાજા લોટનો ઉપયોગ કરવો જોઈએ. લોટ બાંધતી વખતે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો અને તાજા લોટમાંથી બનેલી રોટલીને તમારા આહારમાં સામેલ કરો. તેનાથી તમારી હેલ્થ સારી રહેશે અને તેનો ટેસ્ટ પણ સારો લાગશે.
Disclaimer: આ લેખ વાચકોની જાણકારી માટે મૂકવામાં આવ્યો છે. સંદેશ ન્યૂઝ તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.