- કબજિયાતની સમસ્યા દૂર કરવા રામબાણ ઈલાજ
- સોજો તેમજ સાંધાના દૂખાવા દૂર કરશે
- દૂધમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેડ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે
હેલ્થ માટે દૂધ ખૂબ જ ફાયદાકારક છે. દૂધમાં અનેક પ્રકારના પોષકતત્વો હોય છે. જેનાથી શરીરને અનેક રીતે ફાયદો થાય છે. દૂધમાં રહેલા પોષકતત્વો જેવા કે, પ્રોટીન, કાર્બોહાઈડ્રેડ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. બાળપણથી જ દૂધ પીવાની આદત પાડવામાં આવે છે. નાનપણમાં દિમાગ તેજ કરવા અને શરીરને શક્તિશાળી બનાવવા માટે દરેક માતા પોતાના બાળકને દૂધ પીવાની ટેવ પાડે છે. પણ ઘણા લોકો એવા પણ હોય છે જે રાત્રીના સમયે દૂધ પીવે છે. દૂધમાં હળદર નાંખીને પીવાથી શરીરને ઘણી બધી રીતે ફાયદો થાય છે.
ઔષધી જેવા પોષકતત્વો
હળદરમાં ઔષધી સમાન પોષકતત્વો હોય છે. જેને દૂધમાં નાંખીને પીવાથી શરીરની માંસપેશીઓ તેમજ હાડકાઓને ફાયદો થાય છે. ખાસ કરીને શરીરના જોઈન્ટ મજબુત થતા દુખાવામાંથી રાહત મળે છે. હળદરવાળું દૂધ રાત્રીના સમયે પીવાથી શરીર સ્ફૂર્તિલુ રહે છે. શરીરના કોઈ ભાગમાં સોજો આવ્યો હોય તો હળદરવાળું દૂધ પીવાથી સોજો ઓછો થાય છે. દર્દીમાંથી મુક્તિ મળે છે. શરીરના કોઈ પણ સાંધામાં દૂખાવો થતો હોય તો એના ઈલાજ માટે હળદરવાળુ દૂધ રામબાણ ઈલાજ છે.
યાદશક્તિ વધે છે
માત્ર શરીરની માંસપેશી કે હાડકા માટે નહીં પણ દિમાગ માટે પણ હળદરવાળું દૂધ ફાયદાકારક સાબિત થાય છે. દરરોજ રાત્રીના સમયે એનું સેવન કરવાથી યાદશક્તિ વધે છે. મસ્તકમાં રહેલી કોશિકાઓને પોષણ મળે છે. એ સતત સક્રિય રહે છે. કાર્યક્ષમતામાં સુધારો થાય છે. અલ્ઝાઈમર જેવી બીમારીઓમાંથી છૂટકારો મેળવવા માટે દવારૂપી માધ્યમ તરીકે કામ કરે છે.
ઈમ્યુનિટી બુસ્ટર
હળદરમાં અનેક પ્રકારની ઔષધીનું મિશ્રણ હોવાનું મનાય છે. દૂધમાં નાખીને પીવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે. દરરોજ સેવન કરવાથી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે. નાના-મોટા રોગ સામે લડવાની શક્તિ મળે છે.
પાચનતંત્રને સક્રિય રાખે
હળદરવાળું દૂધ સરળ પાચક છે. દરરોજ એનું સેવન કરવાથી પાચનતંત્ર મજબુત બને છે. અપચો અને ગેસ જેવી બીમારીઓથી છૂટકારો મેળવવા માટે દરરોજ હળદરવાળુ દૂધ પીવું જોઈએ. દરરોજ સવારે પેટ પણ સાફ થઈ જાય છે. કબજિયાત જેવી બીમારીમાંથી પણ રાહત મળી રહે છે.
આંતરડા સ્વસ્થ
દરરોજ હળદરવાળુ દૂધ પીવાથી આંતરડા પણ સ્વસ્થ રહે છે. પેટના ક્લાઈટ્સના ઉપચારમાં પણ આ દૂધ મદદરૂપ સાબિત થાય છે. હાર્ટને હેલ્ધી રાખવું હોય તો પણ આ દૂધનું બિન્દાસ્ત સેવન કરી શકાય છે.