- કેસની સુનાવણી વખતે લોરેન્સના પરિવારજન કોર્ટમાં હાજર
- સ્થાનિક વકીલ ન રોકી પંજાબ હરિયાણા હાઇકોર્ટેના વકીલ આવ્યા
- લોરેન્સના વકીલ અને સરકાર તરફે કોર્ટમાં જવાબ રજૂ કર્યો
લોરેન્સ બિશ્નોઈની અમદાવાદ કોર્ટમાં અરજી મામલે આજે સુનાવણી થવાની છે. જેમાં લોરેન્સ બિશ્નોઈને ‘ગેંગસ્ટર’ કે ‘આતંકવાદી’ સંબોધવામાં ન આવે તે મામલે NIA કોર્ટમાં અરજી થઈ હતી. કેસની સુનાવણી વખતે લોરેન્સ બિશ્નોઈના પરિવારજન કોર્ટમાં હાજર રહેશે.
ડ્રગ્સ કેસમાં હાલ લોરેન્સ બિશ્નોઇ અમદાવાદની જેલમાં બંધ
લોરેન્સ બિશ્નોઈ તરફથી સ્થાનિક વકીલ ન રોકી પંજાબ હરિયાણા હાઇકોર્ટેના વકીલ NIA કોર્ટ સુનાવણી માટે પહોંચ્યા છે. તેમજ લોરેન્સના વકીલ અને સરકાર તરફે કોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. તેમાં ગુનો સાબિત થયો નહીં જેથી આંતકવાદી કે ગેંગસ્ટર ન કહેવાય. ત્યારે સરકારે જવાબ આપ્યો છે કે ગુનાહિત પ્રવૃતિઓ સાથે જોડાયેલ હોય તેને ગેંગસ્ટર જ કહેવાય. ડ્રગ્સ કેસમાં સંડોવણી સામે આવતા હાલ લોરેન્સ બિશ્નોઇ અમદાવાદની જેલમાં બંધ છે.
અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પર હુમલો કરશે
દેશની આર્થિક રાજધાની મુંબઈની પોલીસ ગુરુવારે સ્તબ્ધ થઈ ગઈ હતી, જ્યારે તેને સવારે લગભગ 10 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમમાં એક ઈમેલ આવ્યો હતો. આ ઈમેલમાં પોલીસને ધમકી આપવામાં આવી હતી. ધમકી આપનારે સરકાર અને કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પાસેથી 500 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. આ સાથે મેલમાં લખવામાં આવ્યું હતું કે જો આમ નહીં કરવામાં આવે તો તે ગુજરાતના અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પર હુમલો કરશે.
સાયબર પોલીસના સહયોગથી વધુ તપાસ હાથ ધરી
આ સાથે આ ઈમેલમાં લખવામાં આવ્યું હતું કે ભારતમાં દરેક વસ્તુ વેચાય છે અને અમે ઘણી વસ્તુઓ પણ ખરીદી છે. મેલમાં લખવામાં આવ્યું છે કે ગ્રાઉન્ડ સિક્યોરિટી કેટલી વધારી શકાય છે પરંતુ આપણે આપણી જાતને બચાવી શકીશું નહીં. આ સાથે ઈમેલ કરનારે આ ચર્ચાને આગળ વધારવા માટે પોલીસને મેઈલનો જવાબ આપવા પણ કહ્યું છે. આ ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ પોલીસ સતર્ક બની છે અને સાયબર પોલીસના સહયોગથી વધુ તપાસ હાથ ધરી છે.