વેરાવળ-અમરેલી, દેલવાડા-જૂનાગઢ ટ્રેન રદ કરવામાં આવી
ભારે વરસાદના પગલે સોરઠમાં ટ્રેન સેવાને અસર થઇ છે. ખાસ કરીને વેરાવળ અને અમરેલી રેલ માર્ગ પર પાણી ફરી વળતાં વેરાવળ-અમરેલી ટ્રેન રદ કરાઇ છે એ જ રીતે પૂરના કારણે દેલવાડા-જૂનાગઢ ટ્રેનનો ટ્રેક બિસ્માર થતાં દેલવાડા-જૂનાગઢ ટ્રેન પણ રેલતંત્રએ રદ કરી હતી.
રેલ સૂત્રોના જણાવ્યા અનુસાર તાલાલા-સવની રેલવે ટ્રેક પર પાણી ભરાતા આજે ટ્રેન નં.૦૯૨૯૬ દેલવાડા-વેરાવળ ટ્રેન તાલાલા ખાતે અટકાવી દેવાઈ હતી જ્યારે ટ્રેન નં. ૦૯૫૦૫ વેરાવળ-અમરેલી ટ્રેન સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવી હતી. એ જ રીતે ટ્રેન નં.૦૯૨૯૨ અમરેલી-વેરાવળ ટ્રેન સાસણ ગિર ખાતે અટકાવી દેવાઈ હતી અને સાસણ ગિર-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ્દ કરાઈ હતી. જ્યારે ટ્રેન નં.૦૯૫૦૮ અમરેલી-વેરાવળ અને ટ્રેન નં. ૦૯૫૩૧ દેલવાડા-જૂનાગઢ પણ સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવી હતી. દરમિયાનમાં, તા.૨૨ જૂલાઈને સોમવારની ટ્રેન નં. ૧૯૦૧૫ દાદર- પોરબંદર એક્સપ્રેસ પણ રદ્દ કરવામાં આવી છે. કારણ કે, પોરબંદર-કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદના પગલે પાણી ભરાયું ત્યારે લિંકરેકરદ્દ થઈહતી એટલે આટ્રેન રદ્દ કરવી પડી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.