- ગેસ અને કબજિયાતથી પણ છુટકારો અપાવશે
- હીંગની ચાનું સેવન આપશે મોટી રાહત
- હીંગ અને આદુ એકસાથે ખાવાથી અપચાની સમસ્યા ઘટશે
પેટમાં દુખાવો એ એક સામાન્ય સમસ્યા છે, જે કંઈ ખોટું ખાઈ લેવાના કારણે થઈ શકે છે. જો તમારું પાચન સારું નહીં હોય તો પણ તમને દુઃખાવો થઈ શકે છે. ક્યારેક આ મુશ્કેલી રોજની મુશ્કેલી બની શકે છે. તો જાણો રસોઈની કઈ વસ્તુ તમારા માટે મદદરૂપ બની શકે છે.
હીંગ પેટના દુખાવામાં આરામ આપશે
હીંગનો ઉપયોગ સામાન્ય રીતે ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તે પેટના દુખાવામાં પણ રાહત આપે છે. વાસ્તવમાં તે પાચન માટે શ્રેષ્ઠ દવા છે, જે પેટના દુખાવા ઉપરાંત ગેસ અને કબજિયાતથી પણ છુટકારો અપાવે છે. તો જાણો કઈ રીતે ઉપયોગ કરવાથી રાહત મળશે.
આ રીતે હીંગનો ઉપયોગ કરો
હિંગની ચા
સારા સ્વાસ્થ્ય માટે તમે હર્બલ ટી ઘણી વખત પીધી હશે, હવે જ્યારે તમારે પેટના દુખાવાનો સામનો કરવો પડે તો એક વાર હીંગની ચાનું સેવન કરો. તેનાથી પેટનું ફૂલવું અને એસિડિટીની સમસ્યા પણ દૂર થાય છે. આ માટે એક કપ પાણી ગરમ કરો અને તેમાં એક ચપટી હિંગ, આદુનો પાવડર અને કાળું મીઠું મિક્સ કરીને પીવો.
ગરમ પાણી સાથે પીવો
જ્યારે પણ પેટમાં દુખાવો થાય તો તેનાથી છુટકારો મેળવવા માટે ગરમ પાણીમાં હિંગ ઓગાળીને કપમાં ભરીને ચાની જેમ પીવો. આનાથી તમારું પાચન સુધરશે અને મેટાબોલિઝમ પણ બૂસ્ટ થશે.
હીંગ અને આદુ એક સાથે ખાઓ
હીંગ અને આદુનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તે અપચોની સમસ્યાને દૂર કરે છે અને પેટના દુખાવામાં પણ રાહત આપે છે કારણ કે આદુમાં પાચન ઉત્સેચકો હોય છે. આ સિવાય હીંગ ખાવાથી પેટ અને કમરની ચરબી પણ ઓગળવા લાગે છે.