- રાતના સમયે હળવા ગરમ કપડા પહેરવાનું રાખો
- તરસ ઓછી લાગે તો પણ દિવસમાં 7-8 ગ્લાસ પાણી પીઓ
- કૂલરનો ઉપયોગ ટાળો અને ચાદર ઓઢીને સૂવાની આદત રાખો
ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં ગુલાબી ઠંડીએ દસ્તક આપી છે. હવે મોડી રાતે અને વહેલી સવારે સામાન્ય ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આ સીઝનમાં અનેક બીમારીઓ ફેલાવવાનો ભય રહે છે. આ કારણે ડેન્ગ્યૂ, મલેરિયા, ચિકનગુનિયા, ફ્લૂ, તાવ અને અનેક વાયરલ બીમારીઓનો ખતરો વધે છે. આ માટે જરૂરી છે કે પોતાને ઠંડીથી બચાવો. અનેક લોકો સીઝનને સીરિયસલી લેતા હોતા નથી કેમકે હાલમાં શિયાળો શરૂ થયો ગણાતો નથી. પણ જાણો આ સમયે કઈ સાવધાની રાખવાથી તમે હેલ્થને ક્યોર કરી શકો છો.
આ રીતે બચી શકશો ગુલાબી ઠંડીથી
રાતના સમયે સામાન્ય ગરમ કપડા પહેરો
ગુલાબી ઠંડી તમને બીમાર કરી શકે છે. રાતના સમયે હવા ઠંડી રહે છે અને તેનાથી બચવા માટે તમે સામાન્ય ગરમ કપડા પહેરો. જો તમારી ઈમ્યુનિટી નબળી છે તો આ કામ કરવું વધારે જરૂરી બને છે.
ઓપન ફૂટવિયર ન પહેરો
અંધારામાં ઘરથી બહાર નીકળતી સમયે ખુલ્લા ફૂટવિયર પહેરવાનું ટાળો કેમકે તેનાથી પગમાં ઠંડી હવા લાગે છે અને તેના કારણે તમે બીમાર પડી શકો છો. તમે સામાન્ય ગરમ મોજા પહેરો અને પગને ઢાંકેલા રાખો. આ સિવાય આ સમયે તમે શૂઝ પહેરવાનું રાખો.
ગરમ ભોજન કરો
ગુલાબી ઠંડીના સમયે ગરમ ભોજન તમને ઠંડીથી બચવામાં મદદ કરે છે. આ માટે વધારે પ્રમાણમાં ગરમ પાણી, સૂપ, ગરમ દૂધ અને ગરમ ભોજન લો.
પાણી પીતા રહો
ભલે ગુલાબી ઠંડીના સમયે તરસ ઓછી લાગે છે અને લોકો પાણી પીવાનું ઓછું કરી દે છે. આમ છતાં દિવસમાં 7-8 ગ્લાસ પાણી પીતા રહે. આ સીઝનમાં તમારે હાઈડ્રેટ રહેવું જરૂરી છે. જેથી બીમારીઓનો શિકાર ન રહે.
કૂલર ન ચલાવો
આ સીઝનમાં કૂલરનો ઉપયોગ બંધ કરી દેવું જેથી રાતના 2 વાગ્યા પછી તાપમાન અચાનક ઘટી જાય છે. આ સમયે તમે કૂલર બંધ કરી લો. શરીરને વધારે ઠંડી લાગે છે.
ચાદર ઓઢીને સૂઓ
જ્યારે તમે સૂવા જાઓ તો ચાદરની જરૂર ન પડે તે શક્ય છે. જ્યારે રાતને ટેમ્પ્રેચર ડાઉન રહે તો તેની જરૂર પડશે. સામાન્ય ઓઢવાનું ઓઢવાથી તમે ઠંડીથી તમે બચી શકશો.