મોરબી તાલુકાના લખધીરનગર(નવાગામ)ની સીમમાં પંચાશીયા ગામના રસ્તા પાસે મચ્છુ-૨ ડેમના ઉતારતા પાણીના પટ્ટમાંથી ગત તા.૧૦ જાન્યુ.ના રોજ એ માનવ કંકાલ કોઈ રાહદારીના ધ્યાને આવતા તેઓએ મોરબી પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર દોડ આવી હતી. અને માનવ કંકાલને તાત્કાલિક ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખાતે મોકલતા જ્યાં પીએમ અહેવાલમાં આ માનવ હાડપિંજર કોઈ અજાણ્યા પુરુષનું ઉવ.૨૫ થી ૪૦ વર્ષનું તથા આજથી ત્રણ મહિના થી એક વર્ષ વચ્ચેના સમયગાળા દરમિયાન કોઈપણ રીતે મરણ ગયાનો સમગ્ર અહેવાલ પ્રાપ્ત થયો છે. હાલ મોરબી તાલુક પોલીસે અજાણ્યા પુરુષ ઉવ. આશરે ૨૫ થી ૪૦ વર્ષનું અકસ્માતે મોતની નોંધ કરી સમગ્ર બનાવની જીણવટભરી તપાસની તજવીજ હાથ ધરી છે.
હાલ મોરબી સિવિલ હોસ્પિટલમાં પીએમ રૂમમાં કોલ સ્ટોરેજમાં મૂકવામાં આવી છે કોઈ ગુમસુદા હોય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવી 02822242592