ન્યુઝીલેન્ડ ક્રિકેટે અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડનો પહેલો મુકાબલો 19 ફેબ્રુઆરીએ યજમાન પાકિસ્તાન સામે થશે. આ વખતે ટીમનું નેતૃત્વ મિચેલ સેન્ટનર કરશે. બાંગ્લાદેશની ટીમ તરફથી નઝમુલ હુસૈન શાંતોને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.બાંગ્લાદેશનો પહેલો મુકાબલો ટીમ ઈન્ડિયા સાથે હશે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે બાંગ્લાદેશ ટીમ
નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), સૌમ્યા સરકાર, તંજીદ હસન, તૌહીદ હૃદોય, મુશ્ફિકુર રહીમ, મોહમ્મદ મહમુદ ઉલ્લાહ, જેકર અલી અનિક, મહેદી હસન મિરાઝ, રિશાદ હુસૈન, તસ્કિન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, પરવેઝ હુસૈન ઇમોન, નસુમ અહેમદ, તન્ઝીમ હસન સાકિબ, નાહિદ રાણા.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ન્યુઝીલેન્ડ ટીમ
મિચેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ટોમ લેથમ, ડેરિલ મિચેલ, વિલ ઓ’રોર્ક, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, બેન સીયર્સ, નાથન સ્મિથ, કેન વિલિયમસન, વિલ યંગ.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ન્યુઝીલેન્ડની મેચો
19 ફેબ્રુઆરી – પાકિસ્તાન વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, કરાચી
24 ફેબ્રુઆરી – બાંગ્લાદેશ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, રાવલપિંડી
2 માર્ચ – ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, દુબઈ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં બાંગ્લાદેશની મેચો
20 ફેબ્રુઆરી – બાંગ્લાદેશ વિરુદ્ધ ભારત, દુબઈ
24 ફેબ્રુઆરી – બાંગ્લાદેશ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, રાવલપિંડી
27 ફેબ્રુઆરી – પાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ, રાવલપિંડી
આ ખેલાડીઓ પહેલી વાર રમશે ચેમ્પિયન્સ ટ્રોફી
ઝડપી બોલર બેન સીયર્સ, નાથમ સ્મિથ અને વિલિયમ ઓ’રોર્ક જેવા ખેલાડીઓ તેમની પહેલી ICC ઈવેન્ટ રમવાના છે. અનુભવી કેન વિલિયમસન અને ટોમ લાથમને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. તાજેતરમાં સેન્ટનરને ન્યુઝીલેન્ડની વ્હાઈટ બોલ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, ત્યારબાદ સેન્ટનર હવે આ મોટી ટુર્નામેન્ટમાં કેપ્ટનશીપ કરવા માટે તૈયાર છે.
શાકિબ બોલિંગ એક્શન ટેસ્ટમાં ગયો નિષ્ફળ
છેલ્લા ઘણા સમયથી, ડેશિંગ ઓલરાઉન્ડર શાકિબ અલ હસન તેની બોલિંગ એક્શનને કારણે સમાચારમાં છે. ઈંગ્લેન્ડમાં ઘરેલુ ક્રિકેટ રમતી વખતે, શાકિબ પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેની બોલિંગ કાયદેસર ન હતી. જે બાદ શાકિબને બોલિંગથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. હવે શાકિબને બોલિંગ એક્શનની કસોટીમાંથી પસાર થવું પડ્યું, જેમાં તે નિષ્ફળ ગયો. જેનો ખુલાસો બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે. હવે તેને ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે બાંગ્લાદેશ ટીમમાં તક પણ મળી નથી. શાકિબ ઉપરાંત વિકેટકીપર બેટ્સમેન લિટન દાસને પણ ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં તક મળી નથી.