- ભારતે શ્રીલંકાને 302 રનથી હરાવ્યું
- શ્રીલંકાના નામે શરમજનક નોંધાયો રેકોર્ડ
- શ્રીલંકાના બંને ઓપનર પ્રથમ બોલ પર જ આઉટ
ભારત અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડકપની 33મી મેચ રમાઈ રહી છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તેનો નિર્ણય સંપૂર્ણપણે ખોટો સાબિત થયો હતો. ભારતે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 357 રન બનાવ્યા હતા. ભારતના આ મોટા ટાર્ગેટનો પીછો કરવા આવેલી શ્રીલંકાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને તેના બંને ઓપનર પ્રથમ બોલ પર જ આઉટ થઈ ગયા હતા.
શ્રીલંકાના નામે શરમજનક રેકોર્ડ નોંધાયો
શ્રીલંકાની ટીમની વિકેટો પડવાનો ક્રમ આટલેથી અટક્યો ન હતો અને તેણે માત્ર 3 રનના સ્કોર પર 4 વિકેટ ગુમાવી દીધી હતી. શ્રીલંકાના આ 3 રનમાંથી માત્ર 1 રન બેટથી બન્યો હતો અને બાકીના 2 રન એક્સ્ટ્રા તરીકે આવ્યા હતા. ODI ક્રિકેટના ઈતિહાસમાં આવું ક્યારે બન્યું છે, જ્યારે ન્યૂનતમ સ્કોર પર વધુ વિકેટો પડી હોય. આ યાદીમાં પાકિસ્તાનનું નામ ટોચ પર છે જેણે 2015માં વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર 1 રન બનાવીને 4 વિકેટ ગુમાવી દીધી હતી.
પાકિસ્તાનના નામે શરમજનક રેકોર્ડ
આ યાદીમાં બીજા સ્થાને શ્રીલંકાની ટીમનું નામ આવ્યું છે, જેણે 2023માં એટલે કે આજે ભારત સામે બેટિંગ કરીને માત્ર એક રન બનાવ્યો હતો અને ટોચની ચાર વિકેટો ગુમાવી હતી. આ લિસ્ટમાં ત્રીજા સ્થાને આયર્લેન્ડ છે જેણે 2007માં ઓસ્ટ્રેલિયા સામે માત્ર 2 રન બનાવીને ટોચની ચાર વિકેટ ગુમાવી હતી. આ યાદીમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમનું નામ ફરી એકવાર ચોથા નંબર પર સામેલ થયું છે જેણે 1993માં વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર 3 રન બનાવીને 4 વિકેટ ગુમાવી દીધી હતી.
ભારતે શ્રીલંકાને 302 રનથી હરાવ્યું
આ સિવાય ઈંગ્લેન્ડની ટીમનું નામ આ યાદીમાં પાંચમા સ્થાને છે, જેણે 2018માં ઓસ્ટ્રેલિયા સામે બેટિંગ કરીને માત્ર 3 રન બનાવીને 4 વિકેટ ગુમાવી દીધી હતી. જો કે આજની મેચની વાત કરીએ તો ભારતના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતી વખતે શ્રીલંકાની ટીમ માત્ર 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને 302 રનથી મેચ હારી ગઈ હતી. આ વર્લ્ડકપમાં ભારતની સૌથી મોટી જીત અને વર્લ્ડકપ ઈતિહાસની બીજી સૌથી મોટી જીત બની ગઈ છે.