ગાંધીનગરના સુગડમાં અષ્ટવિનાયક 36 બંગલો નંબર ચારમાં અપૂર્વભાઈ રામેશ્વર ના પત્ની રૂબી અને બે સંતાનો સાથે રહે છે જેઓ ત્રણેય હાલમાં દિલ્હી ખાતે રહે છે અપૂર્વભાઈ તેમના ભાગીદાર પ્રવિણસિંહ સાથે અમદાવાદ ખાતે મોબાઈલ સોફ્ટવેર બનાવવાનું અને સ્ક્રેપ્સનો વેપાર કરે છે. છેલ્લા ચારેય વર્ષથી તેમના ઘરે રસોઈ બનાવવાનું કામ અભિષેક કૈલાશચંદ ભેરવા (રહે .ઠાકુરવાલી ધાણી
ગામ- બનિયાના જી. દોસા, રાજસ્થાન) કરતો હતો. ત્યારે ડ્રાઇવરની જરૂર પડતા રસિયા ના રેફરન્સથી તેમણે બે મહિના અગાઉ મનોજ મીણા ને રાખ્યો હતો.
ગાંધીનગર ના સુગડના અષ્ટવિનાયક 36 બંગલોમાં ધંધો કરતા વેપારી સહિત ત્રણ લોકોને બેટ -લાકડી વડે મારમારી ડોગ ની દોરીથી બંધક બનાવી પૂર્વે રસોઈયાએ ડ્રાઇવર સાથે મળી 66 તોલાના સોનાના દાગીના, 6 લાખ રોકડા, એકટીવા સહિત કુલ રૂ.47 લાખ 43 હજારની મતાની લૂંટ કરી ફરાર થઈ જતા સનસનાટી મચી ગઈ છે. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ કરી છે.