મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા આરોપીની અટકાયત કરી ભાવનગર જીલ્લા જેલ હવાલે કરાયો.મોરબીમાં પ્રોહિબીશનના અનેક ગુનામાં સંડોવાયેલા આરોપી વિરૂદ્ધ પાસા દરખાસ્ત મંજૂર થતા મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા આરોપીની તેના રહેણાંક મકાનેથી અટકાયત કરી ભાવનગર જિલ્લા જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહિબીશન ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલી આપવામાં આવ્યા હતા. જે અનુસંધાને પ્રોહિબિશનના અનેક ગુનામાં સંડોવાયેલ આરોપી તુલસીભાઈ હસમુખભાઈ કોળીનું પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવતા મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા આરોપીને પકડી પાડવા અલગ અલગ ટીમ બનાવી આરોપી તુલસીભાઈ હસમુખભાઈ શંખેસરીયા ઉવ.૩૨ રહે મોરબી પંચાસર રોડ રાજનગર મુળરહે.માળીયા(મી) તાલુકાના ખાખરેચી ગામવાળાને પાસા એક્ટ હેઠળ હાલ તેના રહેણાંકના મકાનેથી ઝડપી લઇ ડીટેઇન કરી ભાવનગર જીલ્લા જેલ ખાતે મોકલી આપેલ છે.