હળવદ તાલુકાના ટીકરગામમાં આવેલ પ્લોટ વિસ્તારમાંથી સવારે અધૂરા માસે જન્મેલા બાળકનું ભ્રુણ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ વાયુ વેગે ગામમાં પ્રસરી જતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું ગ્રામજનોએ પોલીસને જાણ કરતા હળવદ પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને ભ્રુણનો કબજો મેળવ્યો હતો અને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે આ ભ્રુણ કોણ ફેકી ગયું તે અંગે કોઈ માહિતી સામે ન આવતા હળવદ પોલીસે હાલ એડી નોધ કરી ભ્રુણ ફેકી જનારની શોધખોળ હાથ ધરી છે.